• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBIની ધમાકેદાર ઑફર, ફ્રીમાં આપી રહી છે 5 લીટર પેટ્રોલ!

|

નવી દિલ્હીઃ દેશના પેટ્રોલ-ડીઝલની કિંમતો નાગરિકોને રોવડાવી દે તે સ્તરે પહોંચી ગઈ હતી. લોકો વધતી પેટ્રોલ-ડીઝલની કિંમતોથી પરેશાન હતા. મોંઘા ઓઈલને પગલે મોંઘવારી પણ સતત વધી રહી છે, પરંતુ આ મોંઘવારીની વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા તમારા માટે ધમાકેદાર ઑફર લાવી છે. બેંકે ખુદ ટ્વીટ કરીને આ ઑફર વિશે સૂચના આપી છે. SBI તમને 5 લીટર ફ્રી પેટ્રોલ મેળવવાનો મોકો આપી રહ્યું છે. તો અહીં જાણો કઈ રીતે આ ઑફરનો લાભ ઉઠાવી શકશો.

SBI આપી રહ્યું છે ફ્રી પેટ્રોલ મેળવવાનો મોકો

SBI આપી રહ્યું છે ફ્રી પેટ્રોલ મેળવવાનો મોકો

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા ધમાકેદાર ઑફર લઈને આવ્યું છે. બેંક દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ જો તમે ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશનના કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવ્યા બાદ જો ભીમ એપથી ચૂકવણી કરશો તો તમને 5 લીટર ફ્રી પેટ્રોલ મેળવવાનો મોકો મળી શકે છે.

કેવી રીતે મળશે ફ્રી પેટ્રોલ

કેવી રીતે મળશે ફ્રી પેટ્રોલ

એસબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી મુજબ જો તમે ઈન્ડિયન ઓઈલના કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવો છો અને ચૂકવણી ભીમ એપથી કરો છો તો તમે 5 લીટર ફ્રી પેટ્રોલ મેળવવાના હકદાર બની જશે. જો કે જણઆવી દઈએ કે આ ઑફરનો લાભ ઉઠાવવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે.

ફ્રી પેટ્રોલ મેળવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત

100 રૂપિયાનું ભીમ એપથી પેમેન્ટ કર્યા બાદ ભીમ એપથી કરેલ ચૂકવણીના નંબર લખી 92222 22084 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ જો તમારો ચાન્સ લાગશે તો તમને 5 લીટર ફ્રી પેટ્રોલ મળી શકે છે. જો આ ઑફર માટે તમે સિલેક્ટ થાઓ છો તો તને એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. આ ઑફર વિશે વિસ્તારથી જાણવા માટે અહીં ક્લિક કરો 23 નવેમ્બર પહેલા આ ઑફરનો લાભ ઉઠાવી શકો છો.

RBI અને સરકાર વચ્ચે આ મુદ્દે થયું સમાધાન, માર્કેટમાં કેશ ફ્લો વધશે

English summary
SBI is offering up to 5 litres of petrol free on payment done via BHIM-SBI Pay for any domestic oil retail outlet, clamed the official Twitter handle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X