• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ઘ્વારા ડોર-સ્ટેપ બેંકિંગ સર્વિસ સુવિધા લોન્ચ કરવામાં આવી

|

સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે એક ખાસ સેવા શરૂ કરી છે. એસબીઆઇની આ સેવાનો ગ્રાહકોને ખૂબ જ સારો ફાયદો થઇ શકે છે. જો કે, તે પણ સાચું છે કે આ પહેલા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે ઘણી બધી સુવિધાઓ રજૂ કરી છે અને તેનો ગ્રાહકોને પણ લાભ થયો છે.

એસબીઆઇએ તેના ગ્રાહકો માટે ડોર સ્ટેપ બેંકિંગ સેવા (Door step banking service) શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે આ સુવિધા હેઠળ, તેમના 70 વર્ષની ઉંમરના ગ્રાહકો માટે એટલે કે સિનિયર સિટીજન ગ્રાહકો, દિવ્યાંગ ગ્રાહકો અને ઇનફર્મ ગ્રાહકોને લાભ થશે. આ સુવિધા હેઠળ, આ લોકો ઘરે બેસીને બેન્કના તમામ કાર્યો કરી શકે છે.

ICICI ની ચેતવણી! આ બેંક એકાઉન્ટ માટે મોટો ખતરો, જલ્દીથી આ કામ પતાવી લો

સેવા વિશેષ લોકો માટે રજૂ કરી

સેવા વિશેષ લોકો માટે રજૂ કરી

જાણકારી આપી દઈએ કે એસબીઆઈએ સિનિયર સિટીજન ગ્રાહકો, દિવ્યાંગ ગ્રાહકો અને અન્ય વિશેષ લોકો માટે ડોર સ્ટેપ બેંકિંગ સેવા રજૂ કરી છે. આ સેવા તે એકાઉન્ટ્સ પર ઉપલબ્ધ હશે જે કેવાયસી હેઠળ ઉપડૅટ છે અને જે ગ્રાહકો પાસે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર છે. આ ઉપરાંત, આ ગ્રાહકોને બેંક શાખાના 5 કિમીના દાયરામાં આવવું આવશ્યક છે. તેમની પાસે તેમનું બેંકમાં એક વ્યક્તિગત ખાતું હોવું જોઈએ. આનો અર્થ એ છે કે આ સુવિધા નોન પર્સનલ, જોઈન્ટ અને નાના બાળકોનાં એકાઉન્ટ્સ પર સુવિધા મળશે નહીં.

ડોર-સ્ટેપ બેંકિંગ સેવા

ડોર-સ્ટેપ બેંકિંગ સેવા

આ સેવા હેઠળ, બેંક તેમના ગ્રાહકોને 6 સુવિધાઓ પ્રદાન કરશે. આ સેવામાં ગ્રાહકોને પિકઅપ અને ડિલીવરી, ચેક પિકઅપ, ચેક બુક માંગ સ્લિપ પિકઅપ, ડ્રાફટની ડિલિવરી અને ટર્મ ડિપોઝિટની સલાહ, લાઈફ સર્ટિફિકેટ પિકઅપ, ઇનકમ ટેક્સ માટે ફોર્મ 15એચ પિકઅપ પણ આપશે.

આપવો પડશે ચાર્જ

આપવો પડશે ચાર્જ

ડોર સ્ટેપ સર્વિસ માટે બેંકે એક ઓછો ચાર્જ લગાવ્યો છે. ડોર સ્ટેપ સર્વિસ માટે લાયક ગ્રાહકોએ એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે. આ માટે, ગ્રાહકને પૈસાના પ્રત્યેક ટ્રાંઝેક્શન માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. અન્ય સુવિધાઓ માટે 60 રૂપિયા પ્રતિ સર્વિસ ચાર્જ આપવો પડશે. ડોર સ્ટેપ સર્વિસ મેળવવા માટે, ગ્રાહકને એસબીઆઇની હોમ શાખામાં જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડશે. દિવ્યાંગ ગ્રાહકોને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. ડોર સ્ટેપ સર્વિસ વિશે વધુ માહિતી એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in પરથી મેળવી શકો છો.

English summary
SBI Launched Door-Step Banking Facility For Special Customers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more