For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે આપી સહારા ગ્રુપના સુબ્રોતો રોયને વિદેશ જવાની મંજૂરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર : સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપના વડા સુબ્રત રૉય અને તેમના બે ડિરેક્ટરને 11 નવેંબર, 2013 સુધી વિદેશ પ્રવાસે જવાની આજે છૂટ આપી છે. કોર્ટે તેમને સહારા ગ્રુપની રૂપિયા 20,000 કરોડની સંપત્તિના ઓરિજીનલ માલિકી હક્કના દસ્તાવેજો સુપરત કરવાનો આદેશ પણ આપ્યો છે.

સહારા ગ્રુપની કંપનીઓએ ઓએફસીડી દ્વારા ઈન્વેસ્ટરો પાસેથી જે નાણાં એકત્ર કર્યા છે તેને કવર કરવા માટે કોર્ટે આ ડીડ્સ માગ્યા છે. સહારા ગ્રુપની અરજી પરની સુનાવણી બાદ ન્યાયમૂર્તિઓ કે એસ રાધાકૃષ્ણન અને જે એસ કેહરની બેન્ચે તેમના અગાઉના ઓર્ડરમાં સુધારો કર્યો છે. આ સુનાવણી ન્યાયાધીશોની ચેંબરમાં કરવામાં આવી હતી.

subroto-roy-sahara-group

સુબ્રત રૉયને વિદેશ જવાની પરવાની અપાયાની જાણકારી સહારાના વકીલ સી એ સુંદરમે ન્યાયાધીશોની ચેંબરની બહાર ઊભેલા પત્રકારોને આપી હતી.

English summary
SC allows Sahara group chief Subrata Roy to go abroad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X