For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુબ્રોતો રોયને હાઉસ એરેસ્ટ રાખવાની અરજી SCએ ફગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 એપ્રિલ : સુપ્રીમ કોર્ટે બુધવારે સહારા જુથની તેના વડા સુબ્રોતો રોયને હાઉસ એરેસ્ટ કરવાની અરજી ફગાવી દીધી હતી. સુબ્રોતો રોય 4 માર્ચથી તિહાર જેલમાં બંધ છે. સહારા જૂથની દલીલ હતી કે રોયના જેલમાં રહેતા રૂપિયાનો બંદોબસ્ત કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

બુધવારે સહારાના વકીલ રામ જેઠમલાનીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સહારા જૂથ ઇચ્છે છે કે રૂપિયા ભેગા કરવા સહારાની પ્રોપર્ટી માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને શોધી કરી રહ્યા છે. પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય રોકાણકાર આ માટે જેલમાં ડીલ કરવા નહીં જાય.

subroto-roy

જેઠમલાનીએ કહ્યું કે તિહાડ જેલની હાલત ખૂબ ખરાબ છે અને કેદીઓથી ભરેલી છે. એવામાં કોઈ પણ રોકાણકાર અહીં આવવાનું પસંદ નહીં કરે. જસ્ટિસ કે એસ રાધાકૃષ્ણનની પ્રમુખતાવાળી બેંચે સામે જેઠમલાનીએ કહ્યું કે જેલમાં રહેતા જૂથ માટે નાણા એકઠા કરવામાં મુશ્કેલી થશે.

English summary
The Supreme Court on Wednesday turned down the Sahara group’s plea to keep its chief Subrata Roy under house arrest instead of Tihar Jail, where he has been in judicial custody since 4 March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X