For Quick Alerts
For Daily Alerts
સેબીની સુપ્રીમ કોર્ટમાં સુબ્રોતો રોયની ધરપડકની માંગ
નવી દિલ્હી, 15 માર્ચ : આજે એક મહત્વના ઘટના ક્રમમાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ એક મહત્વનું પગલું ભર્યું છે. આ પગલાં અંતર્ગત રોકાણકારોનાં રૂપિયા પાછા આપવાનાં મામલે સેબીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં સહારા જૂથના પ્રમુખ સુબ્રત રૉયની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં સેબીની અરજી પર એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં સુનાવણી હાથ ધરાશે, જો કે, સેબીનાં વકીલે સુનાવણી વહેલા કરવાની અપીલ કરી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે સહારાની બે કંપનીઓ સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનને ઈન્વેસ્ટરોને રીફંડ પેટે રૂપિયા 24,000 કરોડ ચૂકવી દેવા જણાવ્યું હતું.
સહારા દ્વારા રૂપિયા ન ચુકવાતા સેબીએ સહારા ગૃપનાં મોટા અધિકારીઓની સાથે ગૃપ કંપનીઓનાં બેન્કનાં ખાતા સીલ કર્યા છે. સહારા જૂથમાં રોકાણકારોના નાણા પર જોખમ રહેલું હોવાથી સેબીએ સામે ચાલીને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.