For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેબીએ 26 કંપનીઓ અને બ્રોકર્સ પર સ્ટોક બિઝનેસ કરવા પ્રતિબંધ મૂક્યો

|
Google Oneindia Gujarati News

sebi
મુંબઇ, 19 જુલાઇ : સેબીએ બજારમાં પાછલા કેટલાય સમયથી કૃત્રિમ રીતે જોવા મળતી વધઘટની ગંભીર નોંધ લઈને ગીતાંજલિ જેમ્સના પ્રમોટર મેહુલ ચોકસી અને પ્રાઈમ બ્રોકિંગ સાથે જોડાયેલી કંપનીઓ સહિતની 26 કંપનીઓ પર બજારમાં શેર કારોબાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા કેટલાય સમયથી ગીતાંજલિ જેમ્સ સહિત કેટલીક કંપનીના શેરમાં મોટી વધઘટ જોવા મળી હતી અને તેના કારણે રોકાણકારોને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. સેબીએ આ બાબતે તપાસ હાથ ધરી હતી જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જે પણ મદદ કરી હતી.

પ્રાઈમ બ્રોકિંગ કંપની (ઈન્ડિયા) લિમિટેડ અને ગીતાંજલિ જેમ્સ સહિત 26 કંપનીની સીધી સંડોવણી તપાસમાં બહાર આવી હતી. તેથી આ કંપનીઓના શેર કારોબાર પર પ્રતિબંધ મુકવાનો સેબીએ નિર્ણય કર્યો છે. આ કિસ્સામાં તપાસ ચાલુ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ સ્ટોક એક્સચેન્જ તથા એમસીએક્સ-એસએક્સ પર છ મહિના સુધી અથવા તપાસ પૂરી ન થાય - બેમાંથી જે પણ પહેલાં પૂરું થાય ત્યાં સુધી 26 કંપનીના યુનિક ક્લાયન્ટ કોર્ડને સસ્પેન્સ કરવાનો નિર્ણય કર્યો છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સેબીએ પ્રતિબંધ મૂકેલી ૨૬ કંપનીમાંની મોટા ભાગની કંપની પ્રાઈમ બ્રોકિંગ કંપની સાથે જોડાયાની શંકા છે. પ્રાઈમ બ્રોકિંગ સ્વયં ગીતાંજલિ જેમ્સમાં એક મહત્ત્વપૂર્ણ શેરહોલ્ડિંગ ધારક છે. જ્યારે ૫૧ ટકાની ભાગીદારી સાથે મેહલ ચોકસી ગીતાંજલિ જેમ્સના ડાયરેક્ટર છે.

જે બ્રોકર્સ પર શેરબજારમાં કારોબાર કરવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં મેહૂલ ચોકસી, મનોજ માધવ વનકાર, પ્રાઈમ સિક્યોરિટી, પ્રાઈમ રિસર્ચ એન્ડ એડ્વાઈઝરી, પિંકી એગ્રો ફૂડ્સ, પ્રાઈમ શેક ઈન્વેસ્ટમેન્ટ્સ, સંચેતિ પ્રોપર્ટી, શારદા ગાર્મેન્ટ્સ, ત્રુશા ઈન્ફ્રા, વનકાર જિમ્સ એન્ડ જ્વેલરીનો સમાવેશ થાય છે.

English summary
SEBI banned stock business of 26 companies and brokers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X