For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ પર લાગ્યો 1 વર્ષનો પ્રતિબંધ, વધુ વાંચો અહીં

રિલાયન્સ પર સેબીએ છેતરપીંડીના મામલે 1000 કરોડનો દંડ લગાવ્યો અને 1 વર્ષ માટે લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ?

|
Google Oneindia Gujarati News

ભારતના માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)એ રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના શેરો પર વાયદો (ફ્યૂચર) અને વિકલ્પ (ડેરિવેટિવ) વેપાર પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ સેબીએ રિલાયન્સને 1000 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે. જો કે કંપનીના પ્રવક્તાએ સેબીના આ આદેશને કોર્ટમાં પડકાર આપવાની વાત કરી છે. નોંધનીય છે કે આ આદેશ દસ વર્ષ જૂના એક કેસ પર આવ્યો છે. સેબીએ રિલાયન્સને આ મામલે 447 મૂળ રાશિની સાથે જ 29 નવેમ્બર 2007થી લઇને અત્યાર સુધી પર તેના પર લાગેલા 12 ટકા વ્યાજની ચૂકવણી કરવાનો આદેશ આવ્યો છે. જે લગભગ 1000 કરોડ રૂપિયા જેટલો થાય છે.

Mukesh Ambani

ગુજરાતની આ કંપની પર પણ રોક!
આ હેઠળ રિલાયન્સ સિવાય 12 અન્ય પર પણ વાયદા અને વિકલ્પ વેપાર કરવાની રોક લગાવવામાં આવી છે. જેમાં ગુજરાતના પેટકોક એન્ડ પેટ્રો પ્રોડક્ટ સપ્લાય, આર્થિક કમર્શિયલ, એલપીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા, રેલપોલ પ્લાસ્ટિક પ્રોડક્ટ, ફાઇન ટેક કમર્શિયલ, પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા, મોટેક સોફ્ટવેયર, દર્શન સિક્યુરીટીઝ, રિલાજિસ્ટિક્સ (ઇન્ડિયા), રિલાઝિસ્ટિક્સ (રાજસ્થાન), વિનામારા યુનિવર્સલ ટ્રેડર્સ અને ધરતી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ પર પણ 1 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સેબીએ 1000 કરોડ રૂપિયાની પૂરી રાશિ પરત કરવા માટે રિલાયન્સ ઇડસ્ટ્રીઝને 45 દિવસનો સમય આપ્યો છે.

Read also: OMG: એક દેશની GDP જેટલી થઇ ગઇ છે અંબાણીની સંપત્તિ!Read also: OMG: એક દેશની GDP જેટલી થઇ ગઇ છે અંબાણીની સંપત્તિ!

શું છે મામલો?
આ કેસ રિલાયન્સ પેટ્રોલિયમ સાથે જોડાયેલો છે. જે હવે અસ્તિત્વમાં નથી. આમાં રિલાયન્સ પેટ્રોલિયમના શેરોમાં વાયદા અને વિકલ્પ કારોબાર હેઠળ કથિત રીતે છેતરપીંડી કરવામાં આવી છે તેવો આરોપ છે. ત્યારે જ્યાં સેબી દ્વારા રકમ જમા કરાવવા માટે 45 દિવસ આપવાની વાત કરવામાં આવી છે ત્યાં કંપની પ્રવક્તા આ અંગે આગળ લડી લેવાના મૂડમાં છે.

English summary
SEBI bars Reliance of Mukesh Ambani from futures trading for 1 year. Read more on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X