For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેબી ટૂંક સમયમાં e IPO માટે માપદંડો સૂચિક કરશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 જાન્યુઆરી : પ્રાઇમરી માર્કેટને પુનર્જિવિત કરવા માટે માર્કેટ નિયંત્રક સેબી ટૂંક સમયમાં માપદંડો સૂચિત કરશે. આ સૂચનમાં ઇ આઇપીઓ (ઇલેક્ટ્રોનિક ઇનિશિયલ પબ્લિક ઓફર્સ) દ્વારા શેર્સ વેચવાનો પણ સમાવેશ થાય છે. માર્કેટને નુકસાન પહોંચાડનારા પરિબળો સામે નવા વર્ષમાં કડક પગલાં લેવામાં આવશે. આ દ્વારા સેબી ઇન્સાઇડર ટ્રેડિંગ સામે કડક વલણ અપનાવવા માંગે છે.

આ ઉપરાંત સેબી લિસ્ટેડ કંપનીઓ માટે કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસમાં બેસ્ટ ગ્લોબલ સ્ટાન્ડર્ડનો અમલ પણ કરાવવા માંગે છે. આ માટે સ્ટોક એક્સચેન્જીસ સાથે લિસ્ટિંગ માટે કંપનીઓ જે એગ્રીમેન્ટ સાઇન કરે છે તેને લિસ્ટિંગ રેગ્યુલેશન્સ તરીકે ઓળખવામાં આવશે. આમ થવાથી લિસ્ટિંગના નિયમોનો વધારે સારી રીતે અમલ કરી શકાશે.

સેબી બોન્ડ માર્કેટ માટે પણ નવા પગલાં લેવાની છે. આ માટે સેબી અંતિમ નિયમો તૈયાર કરશે. આ નિયમો મ્યુનિસિપલ બોન્ડ્સના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે લાગુ પડશે. જેના કારણે વધારે રોકાણકારો માર્કેટમાં રોકાણ કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્માર્ટ સિટી પ્રોગ્રામમાં સહયોગ આપે તેવો આશાય છે.

online-banks-1

નવા વર્ષમાં સેબીનું એક અન્ય મહત્વનું પગલું ઇ આઇપીઓ પદ્ધતિ છે. જેની મદદથી ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ સાઇન કર્યા વિના ઓનલાઇન પબ્લિક ઓફરિંગમાં રોકાણ કરી શકાશે.

ઇ આઇપીઓ પબ્લિક ઓફરિંગ પ્રક્રિયાને વધારે ઝડપી બનાવશે. આ પદ્ધતિની મદદથી ખર્ચ પણ ઘટશે. વર્તમાન સમયમાં આઇપીઓ માટેની અરજીઓ રિયલ ટાઇમ બેસિસ અપલોડ માત્ર એએસબીએ (એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ) દ્વારા કરી શકાય છે. માત્ર સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો જ એએસબીએ ઓફર કરવા અને મેનેજ કરવા સત્તા ધરાવે છે. જેના કારણે શેરની ફાળવણી થાય ત્યાં સુધી નાણા રોકાણકારના બેંક એકાઉન્ટમાં જ રહે છે.

સેબીએ પબ્લિક ઓફરિંગ માટે પબ્લિક ઇશ્યુઅન્સ માટે સેકન્ડરી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની દરખાસ્તને મંજુરી આપી દીધી છે. તેના કારણે ઇન્સાઇડર ટ્રેડિંગ અટકાવવામાં પણ મદદ મળશે.

વર્તમાન સમયમાં કંપની લિસ્ટિંગ પામે અને ઇનિશિયલ સેર આપવામાં આવે તે સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 12 દિવસનો સમય જાય છે. હવે નવી પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ તેમાં અંદાજે 2થી 3 દિવસનો સમય જાય તેવી સંભાવના છે.

English summary
SEBI to Notify Norms for e IPOs Soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X