યુરોપની ત્રણ બેંકો પર SEBIની બાજ નજર

એવી શંકા છે કે આ બેન્કોના કેટલાક પોર્ટફોલિઓ મેનેજર્સે તેમના ભારતીય ક્લાયન્ટ્સને વિદેશી ભંડોળને નામે તેમનાં નાણાં ગેરકાયદેસર ઈન્વેસ્ટમેન્ટ મારફત ભારતમાં ગુપ્ત રીતે લાવવામાં મદદ કરી છે.
રેગ્યૂલેટર એજન્સીને ભય છે કે કેટલાક પ્રમોટર્સ એફઆઈઆઈનો જોરદાર સાથ હોવાનું બતાવવા માટે પોતાની કંપનીઓનાં શેરના ભાવ ઉંચકાવવા માટે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. હવે સેબીના અધિકારીઓ ભારત તથા વિદેશસ્થિત અન્ય રેગ્યૂલેટર્સ તથા એજન્સીઓ સાથે સમન્વય કરીને આ કેસમાં તપાસ કરી રહ્યા છે.
જે ત્રણ યુરોપીયન બેન્ક પર શંકા ગઈ છે તેમાંની બે સ્વિટ્ઝરલેન્ડની છે અને એક બ્રિટનની. આ બેન્કો આ કૌભાંડમાં કદાચ સીધી રીતે સંડોવાયેલી નહીં હોય, પણ તેમના કર્મચારીઓ બેન્કોના સત્તાવાળાઓની જાણ બહાર ક્લાયન્ટ્સ સાથે સીધી રીતે વ્યવહાર કરતા હોવા જોઈએ.












Click it and Unblock the Notifications
