• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બીજા ત્રિમાસિક ગાળામાં 5.3 ટકાનો વૃદ્ધિદર ધાર્યાં કરતાં ઓછો : ચિદમ્બરમ

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 30 નવેમ્બર : નાણામંત્રી પી ચિદમ્બરમે બીજા ત્રિમાસિક ગાળામાં પ્રાપ્ત 5.3 ટકાની આર્થિક વૃદ્ધિને ધારણા કરતા ઓછી ગણાવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે દેશના અનેક ભાગોમાં ઓછો વરસાદ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો નબળો દેખાવ મુખ્ય પરિબળો રહ્યા છે.

જુલાઇથી સપ્ટેમ્બર 2012ની બીજા ત્રિમાસિક ગાળામાં ઘરેલુ વૃધ્ધિદર અંગેના સત્તાવાર આંકડાઓની ઘોષણા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા પી ચિદમ્બરમે જણાવ્યું કે "વૃદ્ધિદર અમારી આશા કરતા ઓછો આવ્યો છે. જીડીપી વૃધ્ધિદર એક વર્ષ પહેલા 6.7 ટકા રહ્યો હતો. આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિદર 5.5 ટકા રહ્યો હતો. 30 સપ્ટેમ્બરે સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ 1.2 ટકા રહી હતી. જો કે પાઠલા વર્ષે તેમાં આ દરમિયાન 3.1 ટકા વૃધ્ધિ નોંધવામાં આવી હતી."

તેમણે જણાવ્યું કે આ વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં સેવા ક્ષેત્રની વૃદ્ધિ પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ સારી રહી, જો કે આ વૃદ્ધિ હજી પણ ઓછી છે. પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળાના વૃદ્ધિદર મુજબ આ વર્ષે પ્રથમ છ માસિક ગાળામાં વૃદ્ધિદર 5.4 ટકા રહ્યો છે. જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 7.3 ટકાના સ્તરે હતો.

English summary
Second quarter growth 5.3 percent is lower than expected : Chidambaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X