For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરબજારમાં કોહરામ, 5 મિનિટમાં 4 લાખ કરોડ ડૂબ્યા

શેરબજારમાં ગુરુવારે જ હાહાકાર મચી ગયો જયારે સેન્સેક્સ 1000 પોઇન્ટ જેટલો ગગડ્યો જયારે નિફટીમાં પણ 302 પોઈન્ટનો ઘટાડો થયો.

|
Google Oneindia Gujarati News

શેરબજારમાં ગુરુવારે જ હાહાકાર મચી ગયો જયારે સેન્સેક્સ 1000 પોઇન્ટ જેટલો ગગડ્યો જયારે નિફટીમાં પણ 302 પોઈન્ટનો ઘટાડો થયો. થોડા દિવસ પહેલા પણ સેન્સેક્સ આ પ્રકારે 1500 પોઇન્ટ ગગડી ગયો હતો. સેન્સેક્સમાં ભારે ઘટાડાને કારણે શેરબજારમાં કોહરામ મચી ગયો છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 461.42 પોઈન્ટમાં ઉછાળા સાથે 34,760.89 પર બંધ થયો હતો. જયારે નિફટી પણ 159.05 પોઇન્ટ ઉછળીને 10,460.10 પર બંધ થઇ હતી.

sensex

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચાણ જોવા મળી રહ્યું છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 3.3 ટકા જયારે નિફટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 3.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં સેન્સેક્સ 1000 પોઇન્ટ એટલે કે 2.75 ટકાના ઘટાડા સાથે 33,801 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી પણ 302 પોઇન્ટ ગગડીને 10,158 પોઇન્ટ પર કારોબાર કરી રહી છે.

આ પણ વાંચો: વિકાસ કરી રહ્યું છે ભારત, વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન: વર્લ્ડ બેંક

યુએસ માર્કેટમાં કરેક્શનની આશંકાથી માર્કેટ તૂટ્યું

બજારમાં ભારે ઘટાડાને કારણે 5 મિનિટમાં રોકાણકારોના 4 લાખ કરોડ ડૂબી ગયા. યુએસ માર્કેટમાં ચાલી રહેલી હલચલની અસર એશિયાના બજારમાં પણ જોવા મળી રહી છે. અમેરિકી માર્કેટમાં કરેક્શનની આશંકાથી શેરબજારમાં હલચલ મચી ગઈ અને સેન્સેક્સ જોતજોતામાં 1000 પોઇન્ટ ગગડી ગયો.

આ પણ વાંચો: IL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત?

રૂપિયામાં ઘટાડો ચાલુ, 24 પૈસા તૂટ્યો

ગુરુવારે પણ રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો. ગુરુવારે રૂપિયો 10 પૈસા ગગડીને 74.30 પર ખુલ્યો ત્યારપછી રૂપિયો વધારે તૂટતો જોવા મળ્યો અને જોતજોતામાં તેના સૌથી નીચલા સ્તર 74.47 સુધી પહોંચી ગયો. આ પહેલા બુધવારે રૂપિયો 74.20 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

English summary
Sensex opens with a fall of more than 1000 points, nifty slips 340 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X