For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતજો : સેન્સેક્સમાં 15 દિવસમાં 2000 પોઇન્ટના ખાડામાં ઉતર્યું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 17 ડિસેમ્બર : શેરબજારમાં રોકાણકરનારાઓનું નવું વર્ષ બગડે તેવા અહેવાલ મળી રહ્યા છે. ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં ગ્લોબલ માર્કેટની સ્થિતિને પગલે વેચવાલીનું જબરદસ્ત વલણ જોવા મળી શકે છે. આજે પણ વૈશ્વિક બજારોમાં જોવા મળેલી ચાલને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં નેગેટિવ ઓપનિંગ જોવા મળ્યું છે.

આજે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થતા જ સેન્સેક્સ 129 પોઇન્ટ ગગડ્યો હતો. જેના કારણે છેલ્લા 15 દિવસોમાં સેન્સેક્સમાં 2000 પોઇન્ટનું ગાબડું પડ્યું છે. માર્કેટમાં જે સેક્ટર કકડભૂસ થયું છે તેમાં બેંકિંગ સેક્ટર મોખરે છે...

બેંકિંગ સ્ટોક્સમાં કડાકો

બેંકિંગ સ્ટોક્સમાં કડાકો


બેંકિંગ સ્ટોક્સમાં આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક અને યસ બેંક ઉપરાંત પીએસયુ બેંકો જેવી કે સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અલ્હાબાદ બેંક અને આંધ્ર બેંક ટોપ લુઝર્સ રહ્યા છે.

સ્પોઇસજેટમાં તેજી

સ્પોઇસજેટમાં તેજી


ભારતીય એરલાઇન કંપની સ્પાઇસજેટમાં મદદની આશા બંધાવાથી તેના સ્ટોક્સમાં તેજી જોવા મળી રહી છે. સરકારે કંપનીની બાબતમાં દરમિયાનગીરિ કરવાનો નિર્ણય લીધો છે. આજે સ્ટોક્સમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ઓઇલ અને સ્ટીલ સેક્ટર બુલિશ

ઓઇલ અને સ્ટીલ સેક્ટર બુલિશ


આજે ટાટા સ્ટીલના શેર્સ બુલિશ છે કારણ કે ઓરિસ્સા સરકારે ટાટા સ્ટીલને 1 આયરન માઇન્સમાં ખોદકામ શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. આ ઉપરાંત ઓઇલ સેક્ટર્સના મેજર શેર્સ ONGCમાં પણ તેજી છે.

મિડ કેપ શેર્સમાં વેચવાલી

મિડ કેપ શેર્સમાં વેચવાલી


આજે મિડકેપ શેર્માં વેચવાલી જોવા મળી રહી છ. ખાસ કરીને બાયોકોન, ભારત ફોર્જ, ઑરોબિન્દો ફાર્મા અને આઇજીએલમાં મોટો ફટકો જોવા મળ્યો છે. જો કે જ્યુબિલિયન્ટ અને જસ્ટ ડાયલમાં તેજી છે.

એશિયન માર્કેટમાં રિકવરી

એશિયન માર્કેટમાં રિકવરી


આજે ચાઇનાના શાંઘાઇ અઅને ઇન્ડોનેશિયાના જકાર્તા માર્કેટમાં ભારે લેવાલી જોવા મળી છે. જેના કારણે એશિયાના અન્ય માર્કેટમાં રિકવરી જોવા મળશે.

English summary
Sensex Falls Further; Loses 2000 Points in 15 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X