For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજારમાં રોનક, સેન્સેક્સ 22 હજારને પાર

|
Google Oneindia Gujarati News

sensex
મુંબઇ, 10 માર્ચઃ સેન્સેક્સે આજે ખુલતાની સાથે જ થોડીકવારમાં 22 હજારનો આંકડો અડી લીધો હતો, પરંતુ ઉપરી સ્તરોથી બજારમાં હવે મુનાફા વસુલી હાવી થઇ ગઇ છે. બજારમાં હાલ ફ્લેટ કારોબાર થઇ રહ્યો છે. મેટલ, આઇટી અને ફાર્મા શેરો નબળા પડવાથી બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. જો કે, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. આજે દિગ્ગજ શેરોની નબળાઇ વચ્ચે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીનું વલણ જોવા મળી રહ્યું છે.

હાલ બીએસઇના 30 શેરો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 22 અંકેના મામુલી ઘટાડા સાથે 21,898ના સ્તર પર કારોબાર કરી રહ્યાં છે. તો એનએસઇના 50 શેરોના પ્રમુક ઇન્ડેક્સ નિફ્ટી 2 અંક ઘટીને 6525ના સ્તરની આસપાસ છે. બજારમાં કારોબારમાં આ દરમિયાન ટાટા મોટર્સ, સન ફાર્મા, ટીસીએસ, રેનબેક્સી, એચસીએલ ટેક, હિન્ડાલ્કો અને કોલ ઇન્ડિયા જેવા દિગ્ગજ શેરોમાં 2.5-1.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, ઇન્ડસઇંડ બેન્કસ આઇડએફસી, ડીએલએફ, જયપ્રકાશ એસોસિએટ્સ, બીએચઇએલ, એલએન્ડટી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેન્ક જેવા શેરોમાં 3.7-1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

English summary
The S&P BSE benchmark Sensex breached the 22,000 level for the first time in early trade today on sustained buying mainly in capital goods, banking, oil & gas and power sectors. The BSE-30 share barometer Sensex resumed lower at 21,819.19 and later bounced back to cross 22,000 mark to 22,005.54.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X