સેન્સેક્સનો નવો રેકૉર્ડ, પહેલી વાર 60000ના આંકડાને પાર
નવી દિલ્લીઃ આજે શેર બજારમાં તેજીનો નવો રેકૉર્ડ બન્યો છે. આજે બીએસઈનો સેન્સેક્સ લગભગ 331.64 પોઈન્ટની તેજી સાથે પહેલી વાર 60217.00 પોઈન્ટ સાથે રેકૉર્ડ સ્તરે ખુલ્યો. વળી, એનએસઈનો નિફ્ટી 90.50 પોઈન્ટ તેજી સાથે 17913.50 પોઈન્ટના સ્તરે ખુલ્યો. નિફ્ટીની આ તેજી પણ એક રેકૉર્ડ છે. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 1789 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયુ. આમાં લગભગ 1326 શેર તેજી સાથે અને 371 ઘટાડા સાથે ખુલ્યા. વળી, 92 કંપનીઓના શેરના ભાવ ઘટ્યા કે વધ્યા વિના ખુલ્યા.
નિફ્ટીના ટૉપ ગેનર
ટાટા મોટર્સના શેર લગભગ 4 રૂપિયાની તેજી સાથે 325.90 રૂપિયાના સ્તરે ખુલ્યા. ઓએનજીસીના શેર લગભગ 2 રૂપિયાની તેજી સાથે 139.45 રૂપિયાના સ્તરે ખુલ્યા. ઈનફોસિસના શેર લગભગ 25 રૂપિયાની તેજી સાથે 1767.95 રૂપિયાના સ્તરે ખુલ્યા. વિપ્રોના શેર લગભગ 10 રુપિયાની તેજી સાથે 684.00 રૂપિયાના સ્તેર ખુલ્યા. લાર્સનના શેર લગભગ 17 રૂપિયાની તેજી સાથે 1787.00 રૂપિયાના સ્તરે ખુલ્યા.
નિફ્ટીના ટૉપ લુઝર્સ
એચયુએલના શેર લગભગ 22 રૂપિયાના ઘટાડા સાથે 2760.10રૂપિયાના સ્તરે ખુલ્યા. ટાઈટન કંપનીના શેર લગભગ 13 રૂપિયાના ઘટાડા સાથે 2092.10 રૂપિયાના સ્તરે ખુલ્યા. હિન્ડાલ્કોના શેર લગભગ 3 રૂપિયાના ઘટાડા સાથે 479.90 રૂપિયાના સ્તરે ખુલ્યા. શ્રી સિમેન્ટના શેર લગભગ 146 રૂપિયાના ઘટાડા સાથે 29,772.90 રૂપિયાના સ્તરે ખુલ્યા. જેએસડબ્લ્યુ સ્ટીલના શેર લગભગ 4 રૂપિયાના ઘટાડા સાથે 673.05 રૂપિયાના સ્તરે ખુલ્યા.
કેવી રીતે ખરીદી શકો છો શેર બજારમાંથી શેર
શેર બજારમાંથી જો કોઈની રોકાણની ઈચ્છા હોય તો તેણે પહેલા કોઈ શેર બ્રોકર પાસે એક ડીમેટ અને ટ્રેડિંગ ખાતુ ખોલાવવુ પડશે. સીધા સ્ટૉક એક્સચેન્જમાંથી શેર ન ખરીદી શકાય. ડીમેટ અને ટ્રેડિંગ ખાતુ ખોલાવવા માટે પેન, આધાર અને બેંક ખાતાની જરૂર પડે છે. જો આ દસ્તાવેજ હોય તો આરામથી કોઈ બ્રોકર પાસે ખાતુ ખોલાવીને શેર બજારમાં રોકાણ કરી શકાય છે. એક વાર આ ખાતુ ખુલી જાય તો તમે ઘરે બેઠા ઑનલાઈન પણ શેરની ખરીદી અને વેચાણ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે મુંબઈ શેર બજાર(બીએસઈ)નો એક સૂચકાંક સેન્સેક્સ છે. આ એક મૂલ્ય-ભારિત સૂચકાંક છે. મુંબઈ શેર બજાર માટે આને 1986માં તૈયાર કરવામાં આવ્યુ હતુ. ત્યારથી આ માત્ર ભારત નહિ પરંતુ દુનિયાભરમાં તેને મહત્વપૂર્ણ સમજવામાં આવે છે. સેન્સેક્સમાં બીએસઈની 30 કંપનીઓન શામેલ કરવામાં આવે છે.