For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો, 71.33 રૂપિયાનો ડોલર

સોમવારે રૂપિયો 22 પૈસા ગગડીને 71.21 રૂપિયા પર બંધ થયો હતો, જયારે મંગળવારે પણ રૂપિયામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે રૂપિયો 12 પૈસા ગગડીને 71.33 પર આવી ચુક્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સોમવારે શરૂઆતની તેઝી પછી સેન્સેક્સ પાછું નીચે પડવા લાગ્યું. સોમવારે સેન્સેક્સ જ્યાં 332.55 અંક નીચે પડીને 38,312.52 પર બંધ થયું ત્યાં જ નિફટી 98 પોઇન્ટ નીચે ગગડીને 11582 પર બંધ થયી. જોવા જઇયે તો સોમવારે પહેલા સેન્સેક્સ 116 પોઇન્ટ અને નિફટી 36 પોઇન્ટ ઉપર રહી હતી. જયારે મંગળવારે પણ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો.

sensex

જોવા જઇયે તો સોમવારે રૂપિયો 22 પૈસા ગગડીને 71.21 રૂપિયા પર બંધ થયો હતો, જયારે મંગળવારે પણ રૂપિયામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે રૂપિયો 12 પૈસા ગગડીને 71.33 પર આવી ચુક્યો છે. હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી રૂપિયો નબળો પડી રહ્યો છે તેની પાછળ કાચા તેલની કિંમતમાં વધારો અને ડોલરની વધતી માંગ જવાબદાર છે. અમેરિકી ડોલર મજબૂત થવાને કારણે એશિયાના બીજા દેશોની કરન્સી પર તેનો પ્રભાવ પડતો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: સતત 10મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

જો રૂપિયામાં ઘટાડો સતત નોંધાતો રહ્યો તો વિદેશી રોકાણકારો શેર બજારમાંથી પોતાના પૈસા કાઢી શકે છે. જેને કારણે જે લોકોએ મોટી કંપનીઓમાં પોતાના પૈસાનું રોકાણ કર્યું છે તેમને ભારે નુકશાન થશે કારણકે ડોલર ખેંચાય પછી કંપનીઓના શેરની કિંમત ઘટી જશે. ડોલરની કિંમત વધવાથી ભારતને વધારે કિંમત ચૂકવવી પડશે. ઓઇલ અને માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારી શકે છે. જેના કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી કિંમતોમાં વધારો જોવા મળશે.

English summary
sensex and Nifty down rupee extends losses after opening at record low at 71.33
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X