For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરબજારમાં આજે રોનક, સેન્સેક્સ આજે 465 પોઇન્ટ સાથે ખુલ્યું

ગુરુવારે અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા પછી રૂપિયામાં શુક્રવારે તેજી જોવા મળી છે. ડોલરની સરખામણીમાં રૂપિયો આજે મજબૂત થયો છે.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા પછી રૂપિયામાં શુક્રવારે તેજી જોવા મળી છે. ડોલરની સરખામણીમાં રૂપિયો આજે મજબૂત થયો છે. હાલમાં રૂપિયામાં વધારો થતો જોવા મળ્યો છે અને ડોલર સામે તે 35 પૈસા મજબૂત થઈને 73.77 પ્રતિ ડોલર પર કારોબાર કરી રહ્યો છે. આ પહેલા ગુરુવારે ડોલર સામે રૂપિયો 74.12 પર બંધ થયો હતો. જયારે આજે સેન્સેક્સ ઘ્વારા પણ ખુબ જ મોટી છલાંગ લગાવવામાં આવી છે.

sensex

શુક્રવારે સેન્સેક્સ 465 પોઇન્ટની છલાંગ લગાવીને 34,468.29 પર પહોંચી ગયું, જયારે નિફટીમાં પણ 158.30 પોઇન્ટના વધારા સાથે 10,392.95 પર કારોબાર કરી રહ્યું છે. આ પહેલા સેન્સેક્સ ગુરુવારે 759.74 પોઇન્ટ ગગડીને 34,001.15 પર બંધ થયું હતું જયારે નિફટી 225.45 પોઇન્ટ ગગડીને 10,234.65 પર બંધ થઇ હતી. એક સમયે સેન્સેક્સ 1000 પોઇન્ટ સુધી ગગડી ગયો હતો અને શેરમાર્કેટમાં હાહાકાર મચી ગયો હતો.

આ પણ વાંચો: વિકાસ કરી રહ્યું છે ભારત, વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન: વર્લ્ડ બેંક

જયારે ગુરુવારે રૂપિયો તેના સૌથી નીચલા સ્તર 74.48 સુધી પહોંચી ચુક્યો હતો પરંતુ ત્યારપછી તેમાં થોડો સુધારો જોવા મળ્યો. આ વર્ષે રૂપિયો 17 ટકા સુધી ગગડી ચુક્યો છે. જયારે ગુરુવારે રૂપિયામાં કમજોર શરૂઆત થઇ હતી અને ડોલરની સરખામણીમાં રૂપિયો 10 પૈસા તૂટીને 74.30 પર ખુલ્યો હતો.

English summary
Sensex nify up in early trade, rupee gains against dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X