For Quick Alerts
For Daily Alerts
શેર બજારમાં ગિરાવટ, સેંસેક્સ 262 અંક કમજોરી સાથે ખુલ્યો
મુંબઈઃ આજે ગુરુવારે એટલે કે 16 એપ્રિલ 2020ના રોજ શેર બજાર ગિરાવટ સાથે ખુલ્યું. આજે સેંસેક્સ 261.92 અંકની ગિરાવટ સાથે 30117.89 અંકના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી 81.95 અંકની ગિરાવટ સાથે 8843.35 અંકના સ્તરે ખુલ્યો. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 775 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું, જેમાંથી 401 શેર તેજી સાથે અને 334 ગિરાવટ સાથે ખુલ્યા. જ્યારે 40 કંપનીઓના શેર જે ભાવે કાલે બંધ થયા હતા તે ભાવે જ ખુલ્યા છે. 17 એપ્રિલ સુધી રિઝર્વ બેંકે કરન્સી માર્કેટના ટાઈમિંગને બદલી 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરી દીધુ છે.
નિફ્ટીના ટૉપ ગેનર્સ
- યૂપીએલના શેર 14 રૂપિયાની તેજી સાથે 365 રૂપિયાના સ્તર પર ખુલ્યા છે.
- હિન્દાલ્કોના શેર 2 રૂપિયાની તેજી સાથે 117.10 રૂપિયાના સ્તર પર ખુલ્યા છે.
- પાવર ગ્રિડ કોર્પોરેશનના શેર 2 રૂપિયાની તેજી સાથે 161.90 રૂપિયાના સ્તર પર ખુલ્યા છે.
- રિલાયન્સના શેર 17 રૂપિયાની તેજી સાથે 1,167.00 રૂપિયાના સ્તર પર ખુલ્યા છે.
- સન ફારમાના શેર 7 રૂપિયાની તેજી સાથે 456.50 રૂપિયાના સ્તરે ખુલ્યા છે.
નિફ્ટીના ટૉપ લૂઝર
- ભારતી ઈન્ફ્રાટેલના શેર 6 રૂપિયાની ગિરાવટ સાથે 167.65 રૂપિયાના સ્તરે ખુલ્યા.
- ઈન્ફોસિસના શેર 18 રૂપિયાની ગિરાવટ સાથે 620.85 રૂપિયાના સ્તરે ખુલ્યા.
- ટેક મહિન્દ્રાના શેર 14 રૂપિયાની ગિરાવટ સાથે 524.25 રૂપિયાના સ્તરે ખુલ્યા.
- એક્સિસ બેંકના શેર 12 રૂપિયાની ગિરાવટ સાથે 405.0 રૂપિયાના સ્તરે ખુલ્યા
- એચયૂએલના શેર 58 રૂપિયાની ગિરાવટ સાથે 2429.50ના સ્તરે ખુલ્યા.
કોરોના વાયરસ મહામારી વચ્ચે સાઉથ કોરિયામાં ચૂંટણી થઈ, પ્રેસિડેન્ટ મૂન જેની સત્તામાં વાપસી થઈ