Sensex 280 પોઈન્ટની તેજી સાથે રેકૉર્ડ સ્તરે ખુલ્યો
નવી દિલ્લીઃ આજે શેર બજાર તેજી સાથુ ખુલ્યુ. આજે બીએસઈનો સેંસેક્સ લગભગ 280.21 પોઈન્ટની તેજી સાથે 62045.80 પોઈન્ટના સ્તરે ખુલ્યો. વળી, એનએસઈનો નિફ્ટી 77.30 પોઈન્ટની તેજી સાથે 18554.30 પોઈન્ટના સ્તરે ખુલ્યો. આ સેંસેક્સ અને નિફ્ટી ખુલવાનુ રેકૉર્ડ સ્તર છે. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 1568 કંપનીઓમાં ટ્રેડિંગ શરુ થયુ, આમાંથી લગભગ 1102 શેર તેજી સાથે અને 371 ઘટાડા સાથે ખુલ્યા. વળી, 95 કંપનીઓના શેર ઘટ્યા કે વધ્યા વિના ખુલ્યા. આ ઉપરાંત આજે 126 શેર 52 સપ્તાહના ઉપરના સ્તરે ટ્રેડ કરી રહ્યા છે અને 1 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. વળી, 127 શેરમાં આજે સવારથી અપર સર્કિટ લાગી છે અને 64 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.
નિફ્ટીના ટૉપ ગેનર
લાર્સનના શેર લગભગ 52 રૂપિયાની તેજી સાથે 1,840.00 રૂપિયાના સ્તરે ખુલ્યા. વિપ્રોના શેર લગભઘ 13 રૂપિયાની તેજી સાથે 722.50 રૂપિયાના સ્તરે ખુલ્યા. એચસીએલ ટેકના શેર લગભગ 17 રૂપિયાની તેજી સાથે 1238.10 રૂપિયાના સ્તરે ખુલ્યા. ટેક મહિન્દ્રાના શેર લગભગ 19 રૂપિયાની તેજી સાથે 1498.40 રૂપિયાના સ્તરે ખુલ્યા. ભારતી એરટેલના શેર લગભગ 7 રુપિયાની તેજી સાથે 688.00 રૂપિયાના સ્તરે ખુલ્યા.
નિફ્ટીના ટૉપ લુઝર
આઈટીસીના શેર લગભગ 6 રુપિયાના ઘટાડા સાથે 256.20 રુપિયાના સ્તરે ખુલ્યા. આયશર મોટર્સના શેર લગભગ 38 રૂપિયાના ઘટાડા સાથે 2788.75 રૂપિયાના સ્તરે ખુલ્યા. અલ્ટ્રા ટેક સિમેન્ટના શેર લગભગ 69 રૂપિયાના ઘટાડા સાથે 7330.25 રૂપિયાના સ્તરે ખુલ્યા. ટાઈટન કંપનીના શેર લગભગ 23 રુપિયાનના ઘટાડા સાથે 2565.50 રૂપિયાના સ્તરે ખુલ્યા. આઈઓસીના શેર લગભગ 1 રૂપિયાના ઘટાડા સાથે 135.50 રૂપિયાના સ્તરે ખુલ્યા.