For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમવારે કડાકા સાથે ખુલ્યુ શેરમાર્કેટ, સેંસેક્સ 1200થી વધુ પોઈન્ટ ગગડ્યો

કોરોના મહામારીની અસર ક્યાંકને ક્યાંક અર્થવ્યવસ્થા પર પણ અત્યારથી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીની અસર ક્યાંકને ક્યાંક અર્થવ્યવસ્થા પર પણ અત્યારથી જોવા મળી રહી છે. સોમવારે સપ્તાહના પહેલા દિવસે સેંસેક્સ 1211.97 પોઈન્ટના કડાકા સાથે ખુલ્યો. વળી, નિફ્ટીમાં પણ 356.55 પોઈન્ટનો ઘટાડો થયો. સેંસેક્સ 47,620 પોઈન્ટ સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 14,261.30 પોઈન્ટ સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે.

nifty

આ સ્ટૉક્સ પર રહેશે આજે બધાની નજર

આજે આખા દિવસના કારોબારની વાત કરીએ તો એચડીએફસી બેંક, મેક્રોટેક ડેવલપર્સ, માઈંડટ્રી, આઈસીઆઈસીઆઈ લોંબાર્ડ અને પીવીઆર સ્ટૉક્સ પર રોકાણકારોની નજર રહેશે. જાણો કેમ રોકાણકારોની નજર આ સ્ટૉક્સ પર રહેશે.

HDFC બેંકઃ એચડીએફસી બેંકે શનિવારે પોતાના ત્રિમાસિક પરિણામોની ઘોષણા કરી હતી. તે મુજબ બેંકના કારોબાર અને નફામાં વધારો થયો છે. એચડીએફસી બેંકનો નફો વાર્ષિક આધારે 18.2 ટકા વધીને માર્ત 2021 ત્રિમાસિકમાં 8186 કરોડ રૂપિયા થઈ ગયો છે.મેક્રોટેક ડેવલપર્સઃ

આજે માર્કેટમાં મેક્રોટેકની શરૂઆત થઈ રહી છે. તેના આઈપીઓ દ્વારા 2500 કરોડ ભેગા કરવામાં આવ્યા અને તેને રોકાણકારોએ 1.3 ગણુ સબસ્ક્રાઈબ કર્યો હતો.

માઈંડટ્રીઃ માર્ચ 2021 ત્રિમાસિકમાં આઈટી કંપની માઈંડટ્રીના નફામાં જબરદસ્ત વધારો રહ્યો.

આઈસીઆઈસીઆઈ લોંબાર્ડઃ માર્ચ 2021 ત્રિમાસિકમાં કંપનીના નફામાં 24 ટકાનો વધારો રહ્યો.

પીવીઆરઃ રેટિંગ એજન્સી ક્રિસિલે પીવીઆર લૉંગ ટર્મ અને નૉન-ડિબેંચર્સ રેટિંગને એએથી એએમાઈનસ કરી દીધુ છે.

તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 16 એપ્રિલે બીએસઈનો 30 શેરવાળો સેંસેક્સ 759.29 પોઈન્ટ કે 1.53 ટકા તૂટ્યો હતો. આજે 183 શેરોમાં તેજી આવી, 615 શેરો ગગડ્યા અને 53 શેરોમાં કોઈ ફેરફાર ન થયો. શુક્રવારે સેંસેક્સ 28.35ના વધારા સાથે 48,832.03 પોઈન્ટ પર બંધ થયો હતો. વળી, નિફ્ટી 36.40 પોઈન્ટના લાભથી 14,617.85 પોઈન્ટ પર બંધ થયો હતો.

દિલ્લીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી લૉકડાઉનદિલ્લીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી લૉકડાઉન

English summary
Sensex plunges more than 1200 points and vifty 14261 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X