
એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીની જીતથી શેર બજારે તોડ્યા રેકોર્ડ
મુંબઇ, 13 મે: 2014ની લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં જોરદાર ઉછાળાનો દૌર ચાલુ છે. સેંસેક્સ બપોરે લાંબી છગાંલ લગાવ્યા બાદ 24 હજારની પાર પહોંચી ગયો છે. સેંસેક્સની આ અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસિક છળાંગ છે.
શેર બજારમાં તેજી સતત ત્રીજા દિવસે પણ જોવા મળી રહી છે. મંગળવારે શેર બજાર રેકોર્ડ ઉંચાઇની સાથે ખુલ્યું છે. આ પહેલાં સેંસેક્સ 100 અંકોના ઉછાળા સાથે 23,921.19 અંકોનીની સાથે ખુલ્યું. સેંસેક્સ ગઇકાલના મુકાબલામાં 3700 અંકોને પણ ઉંચો રહ્યો. સાથે જ નિફ્ટી પણ અત્યાર સુધીના સૌથી ઉચ્ચા સ્તર પર પહોંચી ગયો અને નિફ્ટી પ્રથમવાર 7100ના અંકને વટાવી ગયો. રૂપિયો પણ ડોલરના મુકાબલો 45 પૈસા મજબૂત થઇને ખુલ્યો. શેર બજારમાં એક ડોલરની કિંમત 59.60 રૂપિયા રેકોર્ડ કરવામાં આવી.
મુંબઇ શેર બજારના મુખ્ય સૂચકાંક બીએસસી-30 ગઇકાલના વેપારમાં 23,572.88 અંક પર બંધ થયો હતો, જે આજના શરૂઆતી વેપારમાં 370.91 અંક અથવા 1.57 ટકાની તેજી સાથે 23,921.91 અંકની સર્વકાલિક ઉંચાઇ પર પહોંચી ગયો. આ પ્રકારની નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી-50 પણ 101.95 અંક અથવા 1.45 ટકાના વધારા સાથે 7,116.20 અંકના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો.
બજારના વિશ્લેષકોએ જણાવ્યું કે એક્ઝિટ પોલના અનુમાન અનુસાર કેન્દ્રમાં ભાજપની સ્થિર સરકાર બનવાની આશાથી વેપારીઓ તથા રોકાણકારો તરફથી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ, વિજળી, બેકિંગ, રીયલ્ટી અને ઉપભોક્તા સામાન વગેરેના શેરોની ખરીદી વધવાથી સૂચકાંકમાં તેજી આવી.