શેર બજારમાં જોરદાર તેજી, સેંસેક્સમાં 770 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 16000ને પાર
મુંબઈઃ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે શેર બજારે છેલ્લા ઘણા દિવસોની સુસ્તીમાંથી બહાર નીકળીને જોરદાર વાપસી કરી. સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યુ. બીએસઈના સેંસેક્સ સૂચકાંકે 773 પોઈન્ટ ઉછળીને 53,565ના સ્તરે કારોબાર શરુ કર્યો જ્યારે એનએસઈના નિફ્ટી સૂચકાંકે 240 પોઈન્ટની તેજી સાથે 16,050ના સ્તરે ખુલ્યો.
લગભગ 1547 શેરમાં તેજી આવી છે, 257 શેર ઘટ્યા છે અને 64 શેર યથાવત રહ્યા છે. ગુરુવારે છેલ્લું ટ્રેડિંગ સત્ર, નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ ગબડી ગયું હતું અને દિવસભરમાં મજબૂત ઘટાડા સાથે વેપાર થયો હતો. BSE સેન્સેક્સ 1416 પોઈન્ટ અથવા 2.61 ટકા ઘટીને 52,792 પર બંધ થયો હતો. આ સાથે NSEનો નિફ્ટી પણ 431 પોઈન્ટ અથવા 2.65 ટકાના ઘટાડા સાથે 15,809 પર બંધ થયો હતો. ગુરુવારે આ ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. 6.7 લાખ કરોડનું નુકસાન થયું હતુ.