નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 6 માસિકમાં GDP ગ્રોથ નેગેટીવ રહેવાનુ અનુમાન
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે છેલ્લા બે મહિનાથી દેશમાં લૉકડાઉન ચાલુ છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને ઘણુ નુકશાન થઈ રહ્યુ છે. શુક્રવારે આબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણા મોટા એલાન કર્યા. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છમાસિકમાં જીડીપી ગ્રોથ નેગેટીવ રહેવાનુ અનુમાન છે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે લૉકડાઉનના કાણે 6 મોટા રાજ્યોમાં ઉદ્યોગ ઠપ્પ છે. વળી, વિજળી અને પેટ્રોલિયમ પદાર્થોની ખપતમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના કારણે દેશમાં રોકાણ પણ ઘટ્યુ છે. એવામાં અર્થવ્યવસ્થાને પાટા પર આવવામાં હજુ સમય લાગશે. આ કારણે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા છમાસિકમાં જીડીપી ગ્રોથ નેગેટીવ રહી શકે છે. વળી, બીજા છમાસિકમાં આમાં થોડા સુધારા થવાનુ અનુમાન છે.
રેટિંગ એજન્સી ક્રિસિલ રિસર્ચના રિપોર્ટ મુજબ લૉકડાઉનથી જીડીપીમાં ત્રણ ટકાનુ નુકશાન થઈ શકે છે. ક્રિસિલે આગાહ કર્યા હતા કે આ સ્થિતિમાં ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 1.89 ટકા રહી શકે છે પરંતુ લૉકડાઉન વધારવામાં આવ્યુ તો વિકાસ દર શૂન્ય થઈ જશે. ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે જોશીના જણાવ્યા મુજબ ભારતની સ્થિતિ 2008ના ગ્લોબલ ફાઈનાન્સિયલ ક્રાઈસિસના પ્રભાવમાં જે થયુ હતુ તેનાથી પણ ખરાબ થઈ જશે.
The GDP growth in 2020-21 is expected to remain in the negative category with some pick up in second half: RBI Governor Shaktikanta Das pic.twitter.com/wq3VUcBK7C
— ANI (@ANI) May 22, 2020
RBI ડાયરેક્ટરે મોદી સરકારના 20 લાખ કરોડના આર્થિક પેકેજ પર ઉઠાવ્યો સવાલ