શેર માર્કેટ થયુ ક્રેશ, સેંસેક્સ-નિફ્ટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો
મુંબઈઃ શેર બજારમાં સતત ઘટાડાનો દોર યથાવત છે. આજે એક વાર ફરીથી શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેંસેક્સમાં 1164 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. 10.10 વાગે સેંસેક્સમાં બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. સેંસેક્સ 57010 પર પહોંચી ગયો. વળી, નિફ્ટીની વાત કરીએ તો એમાં બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં નિફ્ટી 17022 પોઈન્ટ પર એટલે કે 352 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેન્ડ કરી રહ્યુ છે.
વૈશ્વિક બજારમાં આજે ભારે વેચવાલીનુ દબાણ ભારતીય બજારમાં પણ જોવા મળ્યુ છે. જે રીતે અમેરિકાએ ચેતવણી આપી છે કે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે જેના કારણે ઈંધણની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે. આના કારણે ઈંધણ કંપનીએ અને ગેસ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને કંપનીના શેર 2300 સુધી પહોંચી ગયા છે. બજારમાં જબરદસ્ત વેચવાલીનુ દબાણ છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પર પણ જોવા મળ્યુ છે. આ સાથે જ બેંક, સ્ટીલના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બંધન બેંકમાં 3.46 ટકા, બર્ગર કિંગમાં 2.85 ટકા, ફ્યુચર રિટેલમાં 1.70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી બેંકમાં 2.56 ટકા, એસબીઆઈમાં 3.32 ટકા, એક્સિસ બેંકમાં 2.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.