• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેકૉર્ડ સ્તરે પહોંચ્યુ શેર માર્કેટ, સેંસેક્સ 50000ને પાર

|

Share Market: વૈશ્વિક બજારમાં સારા સંકેત સાથે આજે શેર બજાર જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યુ. સેંસેક્સે આજે 50000ના આંકડાનો પાર કરી દીધો. શરૂઆતના કારોબારમાં સેંસેક્સમાં 250થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. હાલમાં સેંસેક્સ 500612 પોઈન્ટ સાથે ટ્રેન્ડ કરી રહ્યુ છે. વળી, નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં જબરદસ્ત તેજી જોવા મળી. નિફ્ટી 85 પોઈન્ટના ઉછાળા સાથે 14729 પોઈન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.

આ ઉપરાંત ઑટો સેક્ટરના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, અશોક લેયલેન્ડ, આયશર મોટરના શેર છેલ્લા ઘણા દિવસોથી આગળ વધી રહ્યા છે. વળી, છેલ્લા ઘણા મહિનાઓથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં પણ કોઈ પ્રકારનો વધારો દેખાયો નહોતો પરંતુ આ સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં જબરદસ્ત રેલી જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હાલમાં 2083 પોઈન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

અમેરિકામાં બુધવારે જો બાઈડેને 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને આ સાથે જ અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થઈ ગઈ. બાઈડેનના શપથ લીધા બાદ બજારમાં નવી આશા જાગી છે. જેની અસર ભારતીય શેર બજારમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ઘણા શેરોમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, યુપીએલ, ઈંડસઈંડ બેંકમાં સારો વધારો નોંધવામાં આવ્યો છે. આ પહેલા બુધવારે પણ શેર બજારમાં ઉછાલો જોવા મળ્યો હતો અને બજાર લીલા નિશાન પર બંધ થયુ હતુ.

પહેલા જ હસ્તાક્ષરમાં જો બાઈડેન પલટ્યા ટ્રમ્પના આ નિર્ણયોપહેલા જ હસ્તાક્ષરમાં જો બાઈડેન પલટ્યા ટ્રમ્પના આ નિર્ણયો

English summary
Share Market goes up sensex crosses 50000 mark nifty too gains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X