For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોંગ ટર્મમાં રોકાણ માટે 100 રૂપિયા કરતા ઓછાના શેર

સેન્સેક્સ 37,300 અંકની નજીક છે અને 100 રૂપિયા કરતા ઓછાના શેરમાં રોકાણ કરવું જોખમ સાબિત થઈ શકે છે. જો કે કેટલાક એવા સ્ટોક પણ છે જે 100 રૂપિયા કરતા ઓછી કિંમતના છે અને રોકાણનો યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે.

|
Google Oneindia Gujarati News

સેન્સેક્સ 37,300 અંકની નજીક છે અને 100 રૂપિયા કરતા ઓછાના શેરમાં રોકાણ કરવું જોખમ સાબિત થઈ શકે છે. જો કે કેટલાક એવા સ્ટોક પણ છે જે 100 રૂપિયા કરતા ઓછી કિંમતના છે અને રોકાણનો યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે. સાઉથ ઈન્ડિયન બેન્ક જેવા કેટલાક શેરને તમે મૂળભૂત સિદ્ધાંતોના આધારે પસંદ કરી શકો છો. અહીં 100 રૂપિયા કરતા ઓછી કિંમતના કેટલાક શેર વિશે માહિતી છે, જેને તમે 2-3 વર્ષ માટે ખરીદી શકો છો.

દક્ષિણ ભારતીય બેન્ક

દક્ષિણ ભારતીય બેન્ક

દક્ષિણ ભારતીય બેન્કે નાણાકીય વર્ષ 2017-18 માટે મજબૂત સ્થિતિ બનાવી છે. આ વર્ષ દરમિયાન બેન્ક માટે અગ્રીમ 17 ટકાનો વધારો થયો, જ્યારે રિટેલ બુક (સોના, ખેતી, SMEને છોડીને) 20 ટકા વધારો થયો છે.

હાલ સૌથી રસપ્રદ સ્થિતિ છે કે બેન્ક પાસે ખાસ 'કોર્પોરેટ' ખાતા છે, જે મોટી કોર્પોરેટ લોન બુકની પોતાની વૉચ લિસ્ટમાં છે.

વર્ષ દરમિયાન CASA અને બેન્કની જમા રકમન 9 ટકાની ગતિથી વધી છે. બીજી તરફ શુદ્ધ વ્યાજની આવકમાં 14 ટકાનો વધારો થયો છે. સરવાળે નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન બેન્કે સારું પ્રદર્શન કર્યું છે.

કર્ણાટક બેન્ક

કર્ણાટક બેન્ક

સરકારી માલિકિના બેન્ક બજારમાંથી હિસ્સો ગુમાવી રહ્યા છે, ત્યારે મૂડીની અછત છે. ખાનગી ક્ષેત્રની બેન્કો આગામી સમયમાં બજારમાં હિસ્સો વધારી શકે છે.

કર્ણાટક બેન્ક, ખાનગી ક્ષેત્રની મોટી બેન્ક છે. જેમાં 100 રૂપિયાથી ઓછો શેર તો નથી, પરંતુ તેના શેરની કિંમત 105 રૂપિયા છે. હકીકતમાં 105 રૂપિયાની કિંમત 52 અઠવાડિયાની સૌથી નીચી કિંમત છે. શેર 3 રૂપિયાના લાભ સાથે પણ ઉપલબ્ધ છે. એટલે કે શેર હાલ 102 રૂપિયામાં મળી રહ્યા છે.

બેન્ક પાસે 181 રૂપિયાની બુક વેલ્યુ છે અને સ્ટોક 100 રૂપિયાની નજીક છે, તેમાં 0.60ની કિંમત રખાઈ છે, જે બેન્કિંગ સ્પેસમાં સૌથી સસ્તા છે.

રિલાયન્સ હોમ

રિલાયન્સ હોમ

રિલાયન્સ હોમ ફાઈનાન્સ એવો સ્ટોક છે જે રિલાયન્સ કેપિટલમાંથી બન્યો હતો. આ સ્ટોક 114 રૂપિયાનો નોંધાયો હતો અને બાદમાં 61 રૂપિયા તૂટ્યો હતો. મોટાભાગના બ્રોકરોએ અનુમાન લગાવ્યું હતું કે સ્ટોક 120 રૂપિયા પર ખુલશે જે 2018ના 408 રૂપિયાના મૂલ્યના 3 ગણી બુક વેલ્યુ હશે. જો કે રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેર સતત તૂટ્યા છે. અને આ કિંમતમાં તે આકર્ષક છે.

આ સ્ટોકની કરીદી કરવાના કારણોમાં સૌથી મોટુ કારણ હોમ ફાઈનાન્સનો બિઝનેસ છે. જે પોતે 20 ટકાના દરે વધી રહ્યો છે. આ કંપની માટે વિકસતુ બજાર વધુ તક બનાવી રહ્યું છે. કંપની મેનેજમેન્ટે તાજેતરમાં જ કહ્યું હતુ કે આગામી વર્ષમાં તેમની બુક 50 હજાર કરોડ રૂપિયા સુધી વધારવાની યોજના છે. આ સમય પુસ્તકનું કદ 13 હજાર કરોડ છે.

100 રૂપિયાથી ઓછી કિંમતના શેર

100 રૂપિયાથી ઓછી કિંમતના શેર

એ ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમે એક વર્ષ પહેલા શેરને નફા સાથે વેચો છો, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. પછી શેર 100 રૂપિયા કરતા ઓછી કિંમતના હશે તો પણ ફરક નહીં પડે. જો તમે એક વર્ષ પહેલા શેર વેચશો તો શેર પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પડશે.

બીજી તરફ તમે એક વર્ષની મર્યાદા બાદ શેર વેચશો તો 2018-19માં લાગુ થયેલા નિયમ લાગુ થશે. એટલા માટે તમારા શેર વેચતા પહેલા તેને લાગુ કરવાની જરૂર છે.

જાહેરાત

જાહેરાત

આ લેખમાં ઉલ્લેખ થયેલ શેર કે અન્ય નાણાકીય સાધનો ખરીદવા, વેચવાનો અનુરોધ નથી. ગ્રેનિયમ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીઝ પ્રાઈવેટ લિમિટેડ, તેની સહાયક પંનીઓ આ લેખમાં અપાયેલી માહિતી આધારે થતા લાભ કે નુક્સાન માટે જવાબદાર નથી.

English summary
shares below rs 100 to buy the long-term
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X