For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાતા મોટર્સને 1000 કરોડનો ફટકો, 1200 જગુઆર, લેન્ડ રોવરવાળું જહાજ ડૂબવાની શક્યતા

|
Google Oneindia Gujarati News

લંડન, 7 જાન્યુઆરી : ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની તાતા મોટર્સને માટે નવું વર્ષ અપશુકનિયાળ સાબિત થશે તેમ લાગી રહ્યું છે. બ્રિટનની નજીક બ્રેમ્બલના તટવિસ્તાર (Bramble Bank)માં એક કાર્ગો શિપ ડૂબવાની અણીએ પહોંચી ગઈ છે. નોર્વેની આ શિપમાં લગભગ 1200 લક્ઝરી જેગુઆર, લેન્ડરોવર કાર છે. જેની કુલ કિંમત લગભગ એક હજાર કરોડ રૂપિયા એટલે કે 100 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ જેટલી થાય છે.

આ શિપને ડૂબતી બચાવવાની શક્યતા અંગે મરિન એક્સપર્ટ્સનું માનવું છે કે શિપને ફરી સંતુલિત સ્થિતિમાં લાવવા માટે અનેક સપ્તાહ કે મહિના થઈ શકે એમ છે. આ શિપ લગભગ 50 ડિગ્રી જેટલી ઝૂકી ગઈ છે અને એને કારણે કાર્સને પણ મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

sinking-ship-1

આ વિસ્તારમાં જબરજસ્ત ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. ખરાબ હવામાનને કારણે આગામી થોડા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થાય એવી શક્યતા છે. શિપના 25 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજી એ જાણકારી નથી મળી કે શિપનો આ અકસ્માત કઈ રીતે થયો. આ તમામ કાર ગલ્ફ દેશોમાં મોકલવા માટે શિપ નીકળી હતી.

નોંધનીય છે કે આ જહાજ ગત શનિવાર એટલે કે 3 જાન્યુઆરીના રોજ સંકટમાં ફસાયું હોવાની પ્રથમવાર જાણ કરવામાં આવી હતી. આ જહાજનું વજન 51000 ટન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જહાજમાં ટાટા મોટર્સની 1200 કાર્સ ઉપરાંત 200 અન્ય કાર્સ સહિત 1400 કાર્સ છે. બાકીની 200 કાર્સમાં 65 મિનિસ અને 135 રોલ્સ રોયસ છે.

English summary
Ship carrying 1200 Jaguar Land Rover cars worth GBP 100 mn grounded near Britain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X