એક વાર નહિ ચાર વાર થયો હતો રતન ટાટાને પ્રેમ, જાણો તેમની લવ લાઈફ વિશે
બિઝનેસ ટાઈકૂન અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચિત છે, કારણ છે તેમનો એક વાયરલ ફોટો કે જે તેમણે પોતે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટામાં રતન ટાટા માત્ર 25 વર્ષની ઉંમરના છે અને ખૂબ જ હેન્ડસમ દેખાય છે, રતન ટાટા આમ પણ દેશની એ ચર્ચિત હસ્તીઓમાંના એક છે, જેમના વિશે આજે પણ દરેક જણ જાણવા આતુર રહે છે.
|
અપરિણીત છે રતન ટાટા
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ સુરતમાં થયો હતો, ટાટા ગ્રુપને નવી ઉચાઈએ પહોંચાડ્યા બાદ તેમણે જાન્યુઆરી 2013માં રિટાયરમેન્ટ લઈ લીધુ હતુ. બિઝનેસની દુનિયામાં રતન ટાટાએ ખૂબ જ નામ કમાયુ અને તે ઘણા મિલનસાર વ્યક્તિ કહેવાય છે, બિઝનેસની દુનિયામાં નામ કમાનાર રતન ટાટા આમ તો અંગત લાઈફમાં એકલા જ છે. હા, રતન ટાટા (82) આજે પણ અપરિણીત છે.
|
એક વાર નહિ ચાર વાર થયો હતો રતન ટાટાને પ્રેમ...
પરંતુ એવુ નથી કે રતન ટાટાએ અંગત જીવનમાં ક્યારેય આગળ વધવાની કોશિશ નથી કરી, તેમણે પણ પ્રેમ થયો પરંતુ કોઈ કારણવશ તેમનો સંબંધ આગળ વધી શક્યો નહિ. વાસ્તવમાં થોડા સમય પહેલા સીએનએન ઈન્ટરનેશનલના ટૉક એશિયા પ્રોગ્રામમાં રતન ટાટાએ પોતાની લવ લાઈફ વિશે મહત્વના ખુલાસા કર્યા હતા, રતન ટાટાએ કહ્યુ હતુ કે તેમણે લાઈફમાં એક-બે વાર નહિ પરંતુ ચાર-ચાર વાર પ્રેમ થયો છે પરંતુ ચારે વખત એવુ બન્યુ કે વરરાજા બનતા બનતા રહી ગયા.

પરંતુ કોનાથી થયો હતો પ્રેમ... એ ન કહ્યુ રતન ટાટાએ..
રતનની આ વાત સાંભળીને દરેક જણ ચોંકી ગયા અને સ્મિત કરી રહ્યા હતા. જો કે તેમણે એ ન જણાવ્યુ કે તેમને કોનાથી પ્રેમ થયો હતો. તેમણે કહ્યુ કે, ‘સારુ થયુ મે લગ્ન ન કર્યા નહિતર મારા સ્થિતિ ઘણી ખરાબ થઈ શકતી હતી. ખૂબ જ શાંત અને પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક રતન ટાટાએ કહ્યુ હતુ કે જો લગ્ન થઈ જતા તો કદાચ તે કામ પૂરુ ના કરી શકચા જેને પૂરુ કરીને આજે હું ઘણો સંતુષ્ટ છુ એટલા માટે કહે છે ને કે જે થાય છે તે સારા માટે થાય છે.'

રતન ટાટાને વાંચવા અને ખાવાનો શોખ છે...
તમને જણાવી દઈએ કે રતન ટાટા હાલમાં રિટાયર થયા બાદ એ વસ્તુઓ પૂરી કરી રહ્યા છે જેમને તે પોતાની બિઝી લાઈફના કારણે પૂરી કરી શક્યા નહોતા, રતન ટાટાને વાંચવા અને ખાવાનો શોખ છે અને તે આજકાલ આ જ વસ્તુઓમાં પોતાને ઘણા વ્યસ્ત રાખે છે.
આ પણ વાંચોઃ MOTN Survey: દેશમાં આજે ચૂંટણી થાય તો, ભાજપને થઈ શકે મોટુ નુકશાન