For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા

જો તમે નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હોય તો સાવચેત રહો. કદાચ તમે કાર્ડની રાહ જોઇ રહ્યાં છો અને કોઈક બીજું વ્યક્તિ તમારા કાર્ડનો ઉપયોગ કરીને પૈસા લેવાનું વિચારી રહ્યો હોય.

|
Google Oneindia Gujarati News

જો તમે નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હોય તો સાવચેત રહો. કદાચ તમે કાર્ડની રાહ જોઇ રહ્યાં છો અને કોઈક બીજું વ્યક્તિ તમારા કાર્ડનો ઉપયોગ કરીને પૈસા લેવાનું વિચારી રહ્યો હોય. કારણ કે રોશનઆરા રોડ પર રહેતી એક મહિલા સાથે કંઈક આવું બન્યું છે. મહિલા જ્યાં સુધીમાં કાર્ડ બ્લોક કરાવતી તેના પહેલા તેના એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા નીકળી ગયા. તેના પછી મહિલા ઉતાવળથી બજાર પોલીસ સ્ટેશન પહોંચી કેશ નોંધાવ્યો.

આ પણ વાંચો: EPFO વ્યાજદરમાં વધારો કરી શકે છે, 6 કરોડ સબ્સ્ક્રાઇબરોને આ મહિનાથી લાભ થશે

ટ્રેક કરવા પર મળી આ જાણકારી

ટ્રેક કરવા પર મળી આ જાણકારી

પોલીસના જણાવ્યા મુજબ મહિલા લોલ કોઠી રોશનઆરા રોડ વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. તેનું ખાતું વિસ્તારની એક બેંક શાખામાં છે. તાજેતરમાં તેણે ચિપ વાળા ડેબિટ કાર્ડ માટે અરજી કરી હતી. તે પછી બેંક તરફથી માહિતી મળી હતી કે 9 ડિસેમ્બર 2018 ના રોજ તેમનું કાર્ડ મોકલી આપવામાં આવ્યું છે. તે તેના કાર્ડને ટ્રેક કરી શકે છે. આ પછી મહિલાએ કાર્ડને ટ્રેક કર્યું તો જાણવા મળ્યું કે તેનું કાર્ડ કિંગ્સવે કેમ્પ વિસ્તારની બેંક શાખામાં તે પાછું પહોંચી ગયું છે.

બહાનું બનાવીને આરોપીએ પૂછી લીધો ઓટીપી

બહાનું બનાવીને આરોપીએ પૂછી લીધો ઓટીપી

આ પછી મહિલાએ ગૂગલ દ્વારા એક ફોન નંબર મેળવ્યો. તે પછી તેણે તે નંબર પર ફોન કર્યો તો આરોપીએ કહ્યું કે તેનું કાર્ડ પાછું આવ્યું છે. આ ઉપરાંત આરોપીએ કહ્યું કે તેમને ફરી ચિપ વાળું કાર્ડ મોકલવું પડશે. તેના માટે તમારે તમારા જૂના કાર્ડના અંતના છ નંબરો જણાવવા પડશે. મહિલાએ નંબર જણાવ્યા પછી, એક ઓટીપી તેના મોબાઇલ પર આવ્યો. આરોપીએ ઓટીપી બહાનું બનાવી પૂછી લીધો. તેની પાંચ મિનિટ પછી ખાતામાંથી પાંચ હજાર રૂપિયા કપાઈ ગયા.

કાર્ડ બ્લોક થયા પછી પણ ખાતામાંથી નીકળતા રહ્યા નાણાં

કાર્ડ બ્લોક થયા પછી પણ ખાતામાંથી નીકળતા રહ્યા નાણાં

જ્યાં સુધી મહિલા બેંકમાં પહોંચી ત્યાં સુધીમાં તો 40 હજાર રૂપિયા તેના ખાતામાંથી કાઢી લેવામાં આવ્યા હતા. બેંકે તેના તરફથી કાર્ડને બ્લોક કર્યું. પરંતુ મહિલા ફરિયાદ કરે છે કે બેંકમાં ફરિયાદ કર્યા પછી પણ તેના ખાતામાંથી 60 હજાર રૂપિયા નીકળી ગયા, એટલે કે કુલ 1 લાખ રૂપિયા નીકળી ગયા. પોલીસે મહિલાની ફરિયાદ પર કેસ દાખલ કર્યો અને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે.

English summary
someone was withdrawing money from account after card was blocked it alleges by woman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X