Free માં કરો ફ્લાઇટ મુસાફરી, Spicejet લાવ્યું ખાસ ઓફર
જો તમે ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે બમ્પર ગિફ્ટ લઈને આવ્યું છે. વિમાન કંપની ખાસ ઓફર લઈને આવી છે, જેના હેઠળ તમે ફ્રીમાં એર મુસાફરી કરી શકો છો. હકીકતમાં, વિમાન કંપની સ્પાઇસજેટ એક નવી ઓફર લઈને આવી છે, જેના હેઠળ તમને ફ્લાઇટ ટિકિટના સંપૂર્ણ પૈસાનું રિફંડ મળી શકે છે. એટલે કે તમે મફતમાં મુસાફરીનો આનંદ માણી શકો છો.

ફ્રી માં કરો એર મુસાફરી
સ્પાઇસજેટે એક અનોખી ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ, તમે તમારી ફ્લાઇટ ટિકિટના બધા પૈસા પાછા મેળવી શકો છો. તમે જેટલાની ટિકિટ બુક કરાવશો, તેટલા બધા જ પૈસા તમને પાછા મળી શકે છે. આ પૈસા તમને StyleCash તરીકે પાછા મળશે.

શું છે StyleCash ઓફર
સ્પાઇસજેટે તેની ઑનલાઇન શોપિંગ વેબસાઇટ દ્વારા નવી ઓફર રજૂ કરી છે. આ હેઠળ, તમે જેટલાની ટિકિટ બુક કરાવશો, તેટલાનું તમને સ્ટાઇલ કેશ મળશે. આ StyleCash સ્પાઇસજેટની ઑનલાઇન શોપિંગ વેબસાઇટ spicestyle.com થી શોપિંગના સમયે કામ આવે છે. ટિકિટ બુકિંગના રીફંડના પૈસા તમારા spicestyle.com ખાતામાં આવશે. તમે આ ફંડનો ઉપયોગ 30 સપ્ટેમ્બર, 2019 સુધી શોપિંગ માટે કરી શકો છો.

માનવી પડશે આ શરતો
તમારે આ ઓફરનો લાભ લેવા માટે ચોક્કસ શરતો સ્વીકારવાની રહેશે. તમે એક જ વારમાં ખરીદી માટે તમે બુક કરાવેલ ટિકિટની માત્ર 30 ટકા રકમનો ઉપયોગ કરી શકો છો. તમે જેટલાની ખરીદી કરો છો, તેનું તમારા કાર્ડથી ડેબિટ થતું જશે. આ ઓફરનો લાભ ફક્ત ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે તમે ઓછામાં ઓછી 1999 રૂપિયાની શોપિંગ કરશો.