શેર બજારમાં 293 અંકનો ઉછાળો, સેન્સેક્સ 41893ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો
વૈશ્વિક સંકેતોની અસર સપ્તાહના પહેલા દિવસે દેખાઈ. સોમવારે શેર બજારની શરૂઆત સારી થઈ. શેર બજારમાં ઉછાળો ચાલુ છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 293 પોઈન્ટ વધીને 41,893.41 પર પહોંચી ગયો. નિફ્ટીમાં 81 પોઈન્ટનો ઉછાળો આવ્યો.
સોમવારે કારોબારના શરૂઆતના સમયમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે છે. વેપારીઓ મુજબ મજબૂત આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ સંકેતોથી બજારમાં ખરીદીની અસર શેર બજાર પર દેખાઈ. વાસ્તવમાં અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ઘટવાની આશંકાઓની અસર બજાર પર દેખાઈ તો વળી, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર ઘટવા લાગ્યુ છે. આ બધા ફેક્ટરના કારણે રોકાણકારોને રાહત મળી છે.
રાજકીય ઘટનાક્રમોથી રોકાણકારોમાં બનેલ સકારાત્મક વલણના કારણે શેર બજાર ઝડપી વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યુ.
જો શેર બજારની વાત કરીએ તો સોમવારે મુંબઈ સ્ટૉક એક્સચેન્જના 30 શેરોનો સંવેદી સૂચકાંક સેન્સેક્સ 189 અંકોની તેજી સાથે 41788 પોઈન્ટ પર ખુલ્યો. વળી, નેશનલ સ્ટૉક એક્સચેન્જના 50 શેરો 40 પોઈન્ટની તેજી સાથે 12296 પોઈન્ટ પર ખુલ્યા. સોમવારે સવારે બીએસઈમાં બેંકિંગ, ઑટો, આઈટી, ટેક સેક્ટરના શેરોમાં લેવાલીનો માહોલ બનેલો છે.
આ પણ વાંચોઃ શું હોય છે લૂનર ડાયેટ કેમ સેલિબ્રિટીઝની વચ્ચે ફેમસ છે આ ડાયેટ