
Stock Market News : સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ઘટ્યો
Stock Market News : સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારના રોજ શેરબજારમાં તેજીનો તબક્કો પૂરો થયો હતો. શરૂઆતી લાભ ગુમાવીને બજારના બંને સૂચકાંક રેડ સાઇન પર બંધ થયા હતા. BSE સેન્સેક્સ 709 પોઈન્ટના ઘટાડા સાથે 55,777 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 225 પોઈન્ટ ઘટીને 16,646 પર બંધ થયો હતો. આ અગાઉ શેરબજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી, પરંતુ કારોબાર શરૂ થયા પછી તરત જ ઘટાડાનો સમયગાળો શરૂ થયો હતો, જે અંત સુધી યથાવત રહ્યો છે.
આ પહેલા મંગળવારના રોજ શેરબજાર સતત છઠ્ઠા દિવસે લીલા નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 223 પોઈન્ટ અથવા 0.40 ટકાના ઉછાળા સાથે 56,709 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું અને નિફ્ટી 53 પોઈન્ટ અથવા 0.31 ટકા વધીને 16,924 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.
નોંધનીય છે કે, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારના રોજ શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું અને એક દિવસના કારોબાર બાદ આખરે તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ઇન્ડેક્સ 985 પોઇન્ટના વધારા સાથે 56,535 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 245 પોઇન્ટના વધારા સાથે 16,885 પર બંધ રહ્યો હતો.