For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી બજેટ 2014એ શેર બજારમાં કરાવી ભારે વધ ઘટ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 10 જુલાઇ : આજે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કરેલા બજેટ 2014ને પગલે આખો દિવસ બજારના સૂચકઆંકોમાં વધ ઘટ જોવા મળી હતી.

આજે દિવસ દરમિયાન બપોરે 1:53 વાગ્યે, સેન્સેક્સ 446 અંક વધીને 25891 અને નિફ્ટી 137 અંક વધીને 7722 ના સર્વોચ્ચ સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. મિડકેપ અને સ્મૉલકેપ શેર 2.25 ટકા વધ્યા છે.

આજે ટ્રેડિંગ સેશન દરમિયાન જે શેરોમાં તેજી જોવા મળી તેમાં રિયલ્ટી શેર 6 ટકા, પાવર અને મેટલ શેરોમાં 3 ટકા, કેપિટલ ગુડ્ઝ, બેન્ક, ઑટો, ઑયલ એન્ડ ગેસ, હેલ્થકેર શેર 2.7 ટકા વધ્યા છે.

stock-market

એફએમસીજી શેર 0.5 ટકા મજબૂત છે. આઈટી અને ટેકનીકલ શેરોમાં થોડો વધારો છે. જો કે, કન્ઝયૂમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.75 ટકા નો ઘટાડો દેખાય રહ્યો છે.

નિફ્ટી શેરોમાં ડીએલએફ 11 ટકા અને આઈડીએફસી 9 ટકા ઉછળો છે. હિન્ડાલ્કો, જિંદલ સ્ટીલ, ટાટા પાવર, મારૂતિ સુઝુકી, એલએન્ડટી, ટાટા સ્ટીલ, બીપીસીએલ, એક્સીસ બેન્ક, કોલ ઈન્ડિયા, બીએચઈએલ, ગેલ 6-3 ટકા વધ્યા છે.

દિગ્ગજોમાં ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એશિયન પેન્ટ્સમાં 1.6-0.5 ટકા નો ઘટાડો દેખાય રહ્યો છે.

આજે બજેટ રજૂ થતાં અગાઉ મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 47.32 પોઈન્ટ ઉછળીને 25492.13 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.90 પોઈન્ટ વધીને 7,585.90 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નાણાપ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં બજેટ સ્પીચ શરૂ કર્યા બાદ મુંબઈ શેરબજાર રેડ ઝોનમાં આવી ગયું હતું. બપોરે 11.30 વાગ્યે BSE સેન્સેક્સ 137.54 પોઈન્ટ ઘટીને 25307.27 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 53.70 પોઈન્ટ ઘટીને 7,531.30 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

English summary
Stock Market see heavy ups and downs on Modi Budget 2014 Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X