આજે બેંકોની હડતાલ, આ ખાતાધારકોને નહી થાય મુશ્કેલી
જાહેર ક્ષેત્રની બેંકોએ આજે એટલે કે મંગળવારે હડતાલ પર છે. બેંકોનું મર્જર અને ડિપોઝિટ પર વ્યાજ દરના ઘટાડાના વિરોધમાં કેટલાંક યુનિયનોએ આજે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી. આ હડતાલના કારણે બેંકોના કામકાજ ઉપર અસર થઇ શકે છે. જોકે ભારતીય સ્ટેટ બેક સહિતની કેટલીક બેંકોએ આ મામલે પોતાના ગ્રાહકોને જાણ કરી દીધી છે.

ATMમાંથી કેશ ઉપાડવામાં થઇ શકે છે મુશ્કેલી
બેંકો બંધ હોવાના કારણે ATM સેવાને પણ અસર થઇ શકે છે. એવામાં ATMમાંથી કેશ ઉપાડવામાં મુશ્કેલી થઇ શકે છે. ઉલ્લેખનિય છેકે સરકારી બેંકોનું મર્જર અને જમાં રકમમાં ગિરાવટના વિરોધમાં યુનિયનોએ એક દિવસની હડતાલ પર જવાનો ફેંસલો કર્યો છે. દેશભરમાં બેંકોની હડતાલની જાહેરાત ઓલ ઇન્ડિયા બેંક ઇંપ્લોયીઝ એસોસિયેશન (EIBI) અને બેંક ઇંપ્લોયીઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI) દ્વારા કરવામાં આવ્યું છે. જોકે ખાનગી ક્ષેત્રની બેંકોની કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાલમાં સામેલ થશે નહી. બેંક યુનિયનો દ્વારા 6 નાની બેંકોનુ 4 મોટી બેંકોમાં વિલયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમની અન્ય માંગો પણ હડતાલનો ભાગ છે.

હડતાલ પર જવાના મુખ્ય કારણો
- સરકારે થોડા સમય પહેલા 6 PSB બેંકોનું 4 મોટી બેંકોમાં વિલય કર્યુ હતું.
- યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએંટલ બેંક ઓફ કોમર્સનું પંજાબ નેશનલ બેંકમાં વિલય કર્યુ હતુ.
- સિંડિકેટ બેંકનુ કેનેરા બેંકમાં વિલય કર્યું હતું.
- અલ્હાબાદ બેંક અને ઇન્ડિયન બેંકનું વિલય કરાયું હતું.
- આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું વિલય યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કરવામાં આવ્યુ હતુ.

આગલા 9 દિવસમાંથી 4 દિવસ બંધ રહેશે બેંક
ઉલ્લેખનિય છેકે 26 ઓક્ટોમ્બરથી 29 ઓક્ટોમ્બર સુધી બેંક બંધ રહેશે. 26 ઓક્ટોમ્બરે શનિવાર, 27 ઓક્ટોમ્બરે રવિવાર તથા દિવાળી, 28 ઓક્ટોમ્બરે બેસતુ વર્ષ અને 29 ઓક્ટોમ્બરે ભાઇ બીજ હોવાના કારણે બેંક બંધ રહેશે.