અનિલ અંબાણી પર 550 કરોડ રૂપિયાન માનહાનિના મામલામાં SC કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી સુ્પ્રીમ કોર્ટમાં હાજર થયા. ટેલીકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિક્સનની લગભગ 550 કરોડની બાકી રકમ ચૂકવવામાં નાકામ રહેવા પર સુપ્રીમ કોર્ટે આરકોમને કન્ટેમ્પ્ટની નોટિસ જાહેર કરી હતી. કોર્ટે અનિલ અંબાણીને વ્યક્તિગત રૂપે હાજર થવા માટે પણ કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં ફેસલો સુરક્ષિત રાખ્યો છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આરકોમને 550 કરોડ રૂપિયા 15 ડિસેમ્બર સુધી ચૂકવવાના હતા પરંતુ તેઓ આ ચૂકવણી ન કરી શક્યા. જે બાદ એરિક્સને આને કોર્ટનું અપમાન ગણાવતા અરજી દાખલ કરી હતી. જો કે આ મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો છે.
Supreme Court reserves its judgement on a contempt plea filed against Reliance Communication (RCom) chairman Anil Ambani by Ericsson India over not clearing its dues of Rs 550 crore; Anil Ambani leaves from the Supreme Court, Delhi pic.twitter.com/JhwfHQfbvj
— ANI (@ANI) February 13, 2019
જમ્મુ કાશ્મીર: પુલવામાં એક સ્કૂલમાં રહસ્યમયી બ્લાસ્ટ, 10 બાળકો ઘાયલ