સુઝુકી મોટરે ગુજરાતના હંસલપુરમાં આવેલા પોતાના પ્લાન્ટને ફરીથી શરૂ કર્યો
અમદાવાદઃ મારુત સુઝુકી ઈન્ડિયાએ સોમવારે કહ્યું કે સુઝુકી મોટર ગુજરાતે કોરોના વાયરસ લૉકડાઉનના કારણે બે મહિનાથી વધુ સમય સુધી બંધ રહેલા મેન્યુફેક્ચરિંગ ઓપરેશનને ફરીથી શરૂ કરી દીધું છે. સુઝુકી મોટર ગુજરાત એમએસઆઈ માટે કોન્ટ્રાક્ટના આધારે કારોનું નિર્માણ કરે છે. એમએસઆઈએ કહયું કે એસએમજી દ્વારા કંપનીને સૂચિત કરવમાં આવ્યા છે કે તેઓ 2 મેથી વાહનોનું ઉત્પાદન ફરીથી શરૂ કરશે. એસએમજીએ કોરોના વાયરસના પ્રસારની તપાસ માટે 23 માર્ચે હંસલપુર પ્લાન્ટમાં ઉત્પાદન રોકી દીધું હતું.
હાલ આપ્લાન્ટમા દર વર્ષે 5 લાખ એકમોની સ્થાપિત ઉપ્તાદન ક્ષમતા છે. જેમાં ખાસ કરીને બલેનો કારનું નિર્માણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે એમએસઆઈ અગાઉ માનેસર અને ગુરુગરામમાં પતોના બે પ્લાન્ટ બંધ કરી ચૂક્યું છે. બંને પ્લાન્ટમાં દરરોજ 15.5 લાખ યૂનિટથી વધુની ઉત્પાદન ક્ષમતા છે. ગુરુગ્રામ પ્લાન્ટમાં એસ ક્રોસ વિટારા બ્રેઝા, ઈગ્નિસ અને સુપર કૈરી લાઈટ કોમર્શિયલ વાહન જેવા મોડલોને રોલ આઉટ કરવામાં આવે છે. બીજી તરફ માનેસર પ્લાન્ટ અલ્ટો, સ્વિફ્ટ, ડિઝાયર, એસ- પ્રેસો, એર્ટિગા અને બલેનો જેવા મૉડલનું ઉત્પાદન કરે છે.
ગુજરાત પર મંડરાયાં ખતરાના વાદળ, અરબ સાગરમાં બે વાવાઝોડાં સક્રિય