For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વીત્ઝરલેન્ડ કાળા નાણા અંગે માહિતી પુરી પાડવા તૈયાર : અરૂણ જેટલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ઓક્ટોબર : ભારતના નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે દાવો કર્યો છે કે સ્વીસ સરકાર ભારતના કાળા નાણા અંગેની કેટલીક વિગતો આપવા માટે તૈયાર છે. આ વિગતો કેટલાક કેસોમાં આપવાની સહમતી દર્શાવવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે 1995ના કરાર કાળા નાણા કોના છે તેમના નામ આપવામાં બાધા બને છે.

સુપ્રીમ કોર્ટમાં કાળા નાણા કોના છે તેમના નામ આપી શકવાની અક્ષમતા દર્શાવવાના દિવસે પત્રકારોના સવાલોના જવાબ આપતા અરૂણ જેટલીએ જણાવ્યું કે સ્વીત્સરલેન્ડ સરકારે એચએસબીસી અને લૈચટેંસ્ટેઇનની યાદી આપવાની તૈયારી દર્શાવી છે. તેમાં ભારતીય સત્તાવાળાઓએ એકત્ર કરેલા પુરાવા છે.

arun-jaitley-2

જેટલીએ જણાવ્યું કે સ્વીસ ગવર્નમેન્ટ કાળા નાણા અંગેની માહિતી આપશે એ ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા પણ ભારતીય નાગરિકોના વિદેશમાં રહેલા બેંક એકાઉન્ટ અંગેની માહિતી આપવામાં આવશે.

અરૂણ જેટલીએ જણાવ્યું કે વિદેશી સરકારો પાસેથી ભારત સરકાર ટેક્સ સંબંધિત તમામ માહિતી મેળવવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. આ દ્વારા વિદેશોમાં રહેલા ભારતના કાળા નાણા દેશમાં પાછા લાવવામાં આવશે. આ મુદ્દે આજે સવારે જ સ્વીસ પ્રતિનિધિમંડળ ચર્ચા કરીને પરત ફર્યું છે.

આજે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનવણીમાં અરૂણ જેટલીએ યુપીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે 1995માં કરાર યુપીએ સરકારે કર્યા હતા જેના કારણે અત્યારે કાર્યવાહી કરવામાં મુશ્કેલી આવી રહી છે.

English summary
Swiss Agrees To Provide Details of Black Money: Jaitley
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X