For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા ગ્રુપ જેટ એરવેઝની હિસ્સેદારી ખરીદી શકે છે

જેટ એરવેઝ ને સંકટથી બહાર લાવવા માટે ટાટા ગ્રુપ તેમાં પોતાની હિસ્સેદારી ખરીદી શકે છે. મળતી માહિતી અનુસાર હિસ્સો ખરીદવા માટે ટાટા ગ્રુપ અને જેટ એરવેઝ વચ્ચે વાતચીત શરુ થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

જેટ એરવેઝ ને સંકટથી બહાર લાવવા માટે ટાટા ગ્રુપ તેમાં પોતાની હિસ્સેદારી ખરીદી શકે છે. મળતી માહિતી અનુસાર હિસ્સો ખરીદવા માટે ટાટા ગ્રુપ અને જેટ એરવેઝ વચ્ચે વાતચીત શરુ થઇ ચુકી છે.

jet airways

આપને જણાવી દઈએ કે જેટ એરવેઝ સતત પોતાના પાયલોટને પગાર આપવામાં મોડું કરી રહી છે. એટલું જ નહીં પરંતુ એરલાઇન અન્ય કર્મચારીઓને પણ પગાર નથી ચૂકવી શકતા. આવી પરિસ્થિતિમાં કંપની દેવાના સંકટથી બહાર આવવા માટે પોતાનો હિસ્સો વેચી રહી છે. હવે ટાટા ગ્રૂપની પેરેન્ટ કંપની ટાટા સન્સ ઘ્વારા તેને ખરીદવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: RBI એ આપી રાહત, બંધ નહીં થાય 90 કરોડ ડેબિટ-ક્રેડિટ કાર્ડ

આપને જણાવી દઈએ કે જેટ એરવેઝ ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા પાસે 51 ટકા શેર છે. જયારે ટાટા ગ્રુપ ગોયલ અને તેમની પત્ની પાસેથી ઓછામાં ઓછા 26 ટકા શેર ખરીદવા માંગશે. જેને કારણે તેમની પાસે જેટના બીજા શેરધારકો પાસેથી વધુ 26 ટકા શેર ખરીદવાનો ચાન્સ બની શકે છે.

આ પણ વાંચો: શેર્સનું વિશ્લેષણ કરતા પહેલા આ વાતો જાણી લો

એટલું જ નહીં પરંતુ અબુ ધાબીની કંપની ઇતિહાદ પણ જેટ એરવેઝમાં 24 ટકાની ભાગીદાર છે. આ મહિને જ જેટ એરવેઝની સ્થિતિ સુધારવા માટે ઇતિહાદે જેટને 3.5 અરબ ડોલર આપ્યા હતા.

આ પણ વાંચો: પૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો

ધ્યાન આપવા જેવી બાબત છે કે ટાટા પહેલાથી જ એવિયેશન સેક્ટરમાં ઉતરી ચુકી છે. તેમની પાસે બે વેન્ચર છે. પહેલું વેન્ચર સિંગાપુર એરલાઈન્સ સાથે છે જે વિસ્તારામાં સંચાલન કરે છે જયારે બીજી વેન્ચર એર એશિયાનું સંચાલન કરે છે.

English summary
Tata Group In Talks To Buy Majority Stake In Debt Laden Jet Airways
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X