• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટાટા જૂથે સિંગુરની જમીન સરકારને પરત કરવી જોઇએ : સુપ્રીમ કોર્ટ

|

નવી દિલ્હી, 10 જુલાઇ : આજે એક મહત્વના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ટાટા મોટર્સને કહ્યું છે કે તે સિંગુર ખાતેની જમીન પશ્ચિમ બંગાળ સરકારને પરત આપી દે જેથી સરકાર એ જમીન તેના મૂળ માલિક ખેડૂતોને પરત કરી શકે.

સુપ્રીમ કોર્ટે ટાટા મોટર્સને કહ્યું છે કે કંપનીએ તેનો કાર ઉત્પાદન પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાંથી હટાવી લીધો છે. તેથી બદલાયેલી પરિસ્થિતિમાં તે સિંગુરની જમીન પરના પોતાના લીઝહોલ્ડ રાઈટ્સ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે.

ન્યાયમૂર્તિઓ એચ એલ દત્તુ અને દિપક મિશ્રાની બેન્ચે જણાવ્યું છે કે સિંગુરમાંની જમીન કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે મેળવવામાં આવી હતી. હવે એ મૂળ હેતુ રહ્યો નથી, કારણ કે તમે ત્યાંથી ક્યારના દૂર ગયા છો. હવે તમે એમ કહી ન શકો કે એ જમીન પર હજીય તમારા હિતો રહેલા છે. તે જમીન ખેડૂતોને પાછી આપી દેવી જોઈએ. જમીન મેળવતી વખતે તમે ચૂકવેલા નાણાં પશ્ચિમ બંગાળ સરકાર તમને પાછા આપી દે એ મામલે સોગંદનામું નોંધાવવા અમે પશ્ચિમ બંગાળ સરકારને પણ જણાવીશું.

English summary
Tata Group to be returned Singur land to Government : Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X