ટાટા મોટર્સને 27 હજાર કરોડનું નુકશાન, શેરમાં રેકોર્ડતોડ ઘટાડો
ટાટા મોટર્સને સતત ત્રીજા કવાર્ટરમાં પણ ભારે નુકશાન થયું છે કંપનીની ચોખ્ખી ખોટ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રેકોર્ડતોડ 26.993 કરોડ રૂપિયા છે જ્યારે આ જ સમયગાળામાં એક વર્ષ અગાઉ કંપનીએ રૂ 1,077 રૂપિયાની ચોખ્ખો નફો કર્યો હતો. એક અહેવાલ અનુસાર, સતત માગમાં ઘટાડો અને કેટલાક ખોટના કારણે વૈભવી કાર જગુઆર લેન્ડ રોવર (જેએલઆર) ને કારણે ટાટા મોટર્સને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. કંપનીના કુલ આવકમાં જેએલઆરનો હિસ્સો 72% છે. કંપનીના નબળા નાણાકીય પરિણામોને કારણે, આજે તેનો શેર 151.90 ની સપાટીએ લગભગ 17 ટકા ઘટ્યો છે.

આ હતું બજારનું અનુમાન
જ્યાં એક તરફ બજારે ટાટા મોટર્સ માટે 541 કરોડ રૂપિયાના નફાનું અનુમાન લગાવ્યું હતું. તેની જગ્યા પર કંપનીને 26961 કરોડનું નુકશાન થયું છે. ચીની બજારમાં જેએલઆર સતત ખરાબ પરફોર્મ કરી રહી છે, જેને કારણે ટાટા મોટોર્સને ભારે નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

નાણાકીય પરિણામો પર એક નજર
ત્રીજા ક્વાર્ટરમાં ટાટા મોટર્સના આવક 5 ટકા વધીને રૂ. 77,000 કરોડ રૂપિયા થઇ.
ઓપરેટિંગ પ્રોફિટ 20 ટકા ઘટીને રૂ. 6381 કરોડ થયું છે.
માર્જિન 260 બેસિઝ પોઇન્ટ ઘટીને 8.3 ટકા રહ્યું
કંપનીને જેએલઆર ઘ્વારા લગભગ 27,838 કરોડનું નુકશાન થયું, જેને કારણે ત્રીજા ક્વાર્ટરમાં કુલ નુકશાન 27,000 કરોડ સુધી પહોંચી ગયું.

જેએલઆર માટે વર્ષ 2018 ખરાબ રહ્યું
જેએલઆર માટે આખું વર્ષ ખુબ જ ખરાબ રહ્યું. ચીન જેવા માર્કેટમાં ડિમાન્ડ ઘટવાને કારણે, બ્રેક્ઝિટને અંગે અનિશ્ચિતતા અને ડીઝલ ગાડીઓની ડિમાન્ડ ઘટવાને કારણે જેએલઆર માટે વર્ષ 2018 સારું નથી રહ્યું. જયારે યુકેમાં પણ કંપનીનો એક પ્લાન્ટ બંધ થવાને કારણે અસર પડી છે. એપ્રિલમાં કંપનીએ પ્રોડક્શન ઓછું કરવા માટેનું પણ એલાન કર્યું હતું.