For Daily Alerts
ટાટા મોટર્સ યુકેમાં પ્લાન્ટનું વિસ્તરણ કરશે; 1000 નવી જોબ્સ આપશે
લંડન, 12 ઓગસ્ટ : ટાટા મોટર્સની માલિકીવાળી જગુઆર લેન્ડ રોવર (જેએલઆર)એ બ્રિટન સ્થિત પોતાના કારખાનામાં વ્યાપક વિસ્તરણની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત ટાટા મોટર્સ 1000 નવી નોકરીઓનું સર્જન કરશે. આ કારણે બ્રિટનમાં ટાટા મોટર્સ 1000 લોકોને રોજગાર આપશે.
કંપનીએ રેન્જ રોવર ઇવોકની વધતી માંગ અને અન્ય મોડેલો માટે કંપનીના નવા રોકાણ માટે મર્સેસાઇડ સ્થિત હેલવુડ કારખાનાની પસંદગી કરી છે. જેએલઆરની મુખ્ય અધિકારી રાલ્ફ સ્પેથે આવનારા પાંચ વર્ષમાં 40 નવા મોડલ રજૂ કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત વર્ષ 2015 સુધીમાં કારોનું વેચાણ બે ગણું કરીને 7,50,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ સંદર્ભમાં સંડે ટાઇમ્સના રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે કંપની વેસ્ટ મિડલેન્ડ્સ સ્થિત સોલીહલ ફેક્ટરીનું પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. બ્રિટનમાં કંપનીના કર્મચારીઓની સંખ્યા 24,000 છે.