For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Taxation System : ટેક્સ વસૂલી પર નાણાંમંત્રીએ કહી આ વાત, જાણીને નાચી ઉઠશો

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે ટેક્સશન સિસ્ટમ અંગે મોટુ નિવેદન આપ્યું છે. નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લાવવામાં આવેલી વિશ્વાસ પર આધારિત ટેક્સશન સિસ્ટમ દ્વારા સારૂ કલેક્શન થયું છે.

|
Google Oneindia Gujarati News

Taxation System : નાણાંમંત્રી નિર્મલા સિતારમણે ટેક્સશન સિસ્ટમ અંગે મોટુ નિવેદન આપ્યું છે. નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લાવવામાં આવેલી વિશ્વાસ પર આધારિત ટેક્સશન સિસ્ટમ દ્વારા સારૂ કલેક્શન થયું છે. આ સાથે રિટર્નની સંખ્યા પણ વધી છે.

તેમણે ગત નાણાકીય વર્ષમાં 14 લાખ કરોડ રૂપિયાથી વધુનું મહેસુલ સંગ્રહ હાંસલ કરવા બદલ વિભાગના વખાણ કર્યા છે. આ સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે, રેવેન્યૂ કલેક્શનમાં આ રફ્તાર આગામી નાણાકીય વર્ષમાં પણ યથાવત રહેશે. નાણામંત્રીએ ટેક્સપેયર્સને ટેક્સ ભરવા માટે અપીલ કરી છે.

છટકબારીઓ દૂર કરવામાં આવી છે : સીતારમણ

છટકબારીઓ દૂર કરવામાં આવી છે : સીતારમણ

નોંધપાત્ર રીતે, 2021-22માં પ્રત્યક્ષ કર સંગ્રહ (ડાયરેક્ટ ટેક્સ કલેક્શન) વાર્ષિક ધોરણે 49.02 ટકા વધીને રૂપિયા 14.09 લાખ કરોડ થયો છે.

સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે રૂપિયા 14.20 લાખ કરોડના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ સાથે નાણાંપ્રધાને જણાવ્યું હતું કે, સરકારે ઘણા પડતર મુદ્દાઓને ઉકેલ્યા છે અને પ્રત્યક્ષ કરને લગતી માળખાકીય છટકબારીઓ દૂર કરવામાં આવી છે.

આ સાથે નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાએ ટેક્સ સિસ્ટમને વિશ્વાસ આધારિત બનાવી છે.

આવકવેરા રિટર્નની સંખ્યામાં થયો વધારો

આવકવેરા રિટર્નની સંખ્યામાં થયો વધારો

નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, કરદાતાઓએ વિશ્વાસ આધારિત કર પ્રણાલીને સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે, આ કર સંગ્રહમાં વધુ સુધારો થયો છે, જે આવકવેરા રિટર્નની સંખ્યામાં વધારો થવાથી સ્પષ્ટ થાય છે. એટલું જ નહીં.

આ સાથે નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, કરદાતાની સેવા અને પારદર્શિતા વધારવા, વિભાગીય પ્રક્રિયાઓને ઝડપી બનાવવા માટે ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિભાગે સકારાત્મક ફેરફારો કર્યા છે

વિભાગે સકારાત્મક ફેરફારો કર્યા છે

આ અવસરે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એમ પણ જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગની જવાબદારી માત્ર કાર્યક્ષમ અને અસરકારક ટેક્સ એડમિનિસ્ટ્રેશન સુધી મર્યાદિત નથી, પરંતુ તે પ્રામાણિક કરદાતાઓનું સન્માન કરવાની પણ જવાબદારી છે.

વિભાગે કરદાતાઓને સમયમર્યાદાની સેવાઓ પૂરી પાડીને અને સકારાત્મક ફેરફારો અપનાવીને પોતાને એક અગ્રણી સંસ્થા તરીકે સાબિત કરી છે. ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે, જે વિભાગની કાર્યક્ષમતા દર્શાવે છે.

English summary
Taxation System : Finance Minister said this on tax collection, you will happy by knowing this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X