• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો પર H1B વિઝાના દુરુપયોગનો આરોપ

|

વૉશિંગ્ટન, 23 એપ્રિલ : અમેરિકાએ ભારતની ટોચની આઇટી કંપનીઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ઈમિગ્રેશન કાયદાઓમાં વ્યાપક સુધારા કરવાના મામલે યુએસ કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે અમેરિકાના એક ટોચના સેનેટરે ભારતની ટોચની આઈટી કંપનીઓ જેવી કે ટાટા કન્સલ્ટન્સીસ સર્વિસીસ, ઈન્ફોસીસ અને વિપ્રો પર આરોપ મૂક્યો છે કે તે H1B વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરે છે.

ઈમિગ્રેશન સુધારા અંગે યુએસ કોંગ્રેસમાં સેનેટ જ્યુડિશિયરી કમિટીએ સોમવારે હાથ ધરેલી સુનાવણી વખતે કહ્યું કે સેનેટર રિચર્ડ ડર્બિને કહ્યું કે H1Bનો અમુક ચોક્કસ રીતે દુરુપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું છે.

સેનેટર ડર્બિને તો ભારતની આ અગ્રણી આઈટી કંપનીઓને આઉટસોર્સિંગ કંપનીઓ તરીકે ઓળખાવી છે. તેમણે કહ્યું કે, અમેરિકાના નાગરિકોને એ જાણીને આઘાત લાગશે કે H1B વિઝાથી માઈક્રોસોફ્ટને કોઈ લાભ થવાનો નથી, પણ એને બદલે ભારતની આ કંપનીઓને થવાનો છે. આ કંપનીઓ કામદારો, એન્જિનિયરોને શોધી લાવે છે, તેઓ ત્રણ વર્ષ માટે અમેરિકામાં નીચા પગારે કામ કરે છે અને આ કંપનીઓને ફી પણ ચૂકવે છે.

English summary
TCS, Infosys, Wipro accused in abuse of H1B visa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X