For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની TCSને વિશ્વની ટોચની 10 IT કંપનીઓમાં સ્થાન

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 22 એપ્રિલ : દેશની અગ્રણી IT કંપની TCS દુનિયાની ટોપ ટેન વૈશ્વિક કંપનીમાં સામેલ થઇ ગઇ છે. વર્ષ 2012માં TCS આ યાદીમાં 13મા સ્‍થાને હતી જે હવે વર્ષ 2013માં દસમાં સ્‍થાને પહોંચી ગઇ છે.

આજથી 12 વર્ષ અગાઉ જ્‍યારે ટીસીએસની મહેસુલી આવક એક અબજ ડોલરની સપાટી પર પહોંચી ત્‍યારે કંપનીના સીઇઓ એસ રામાદોરઇ દ્વારા વર્ષ 2010 સુધી કંપનીને દુનિયાની ટોપ ટેન કંપનીમાં સામેલ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે આ ટાર્ગેટને હાસલ કરવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે.

tataconsultancyservices

જો કે વર્ષ 2008-09માં આવેલી આર્થિક મંદીના કારણે હાલત કફોડી બની ગઇ હતી. જેથી કંપનીને ટાર્ગેટને હાંસલ કરવામાં સફળતા મળી નથી. હવે કંપની ટોપ ટેનમાં સ્‍થાન મેળવી લેવામાં સફળ રહી છે. આવનાર સમયમાં તેની રેકિંગમાં હજુ જોરદાર સુધાર થાય તેવી ધારણા છે.

ટીસીએસની આઇટી ર્સવિસ મહેસુલી રકમ આશરે 10.1 અબજ ડોલરની થઇ ગઇ છે. કુલ રેવેન્‍યુની રકમ 12.5 અબજ ડોલર છે. આઇબીએમનો આંકડો 54.4 અબજ ડોલર છે. જ્‍યારે ફુજિત્‍સુનો આંકડો 32.1 અબજ ડોલર છે. હેવલેટ પેકાર્ડનો આંકડો 29.2 અબજ ડોલરનો રહ્યો છે. અસેન્‍ચરનો આંકડો 25.4 અબજ ડોલર રહ્યો છે.

આ સર્વે અને અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે કંપની ખુબ સારો દેખાવ કરી રહી છે. આ રિસર્ચમાં કંપનીઓની આઇટી ર્સવિસેઝની સરખામણી કરવામાં આવી છે. તેમાં બીપીઓ, આરએડી ર્સવિસેઝનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્‍ય કેટલીક બાબતોનો પણ સમાવેશ થાય છે.

ભારતીય આઇટી કંપનીઓ કોગ્‍નિજેન્‍ટ, ઇન્‍ફોસીસ, વિપ્રો અને એચસીએલપણ યાદીમાં સામેલ છે. આ રિસર્ચને કરતી વેળા અન્‍ય અનેક નાની બાબતોને પણ ધ્‍યાનમાં લેવામાં આવી છે. કોગ્‍નિજેન્‍ટ 15મા ક્રમાંકે છે.

English summary
Tata Consultancy Services (TCS), has broken into the league of top 10 global IT services companies, moving from the 13th position in 2012 to the 10th spot in 2013. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X