For Quick Alerts
For Daily Alerts
ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવાઈ, 10 તારીખ સુધી ભરી શકશો
Income Tax Resurn Last Date: કોરોના સંકટ વચ્ચે ભારત સરકારે ફરી એકવાર ટેક્સ પેયર્સને જબરી રાહત આપી છે. બુધવારે એટલે કે 30 ડિસેમ્બર 2020ના રોજ કેન્દ્રીય નાણા મંત્રાલયે વ્યક્તિગત આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દીધી છે. જણાવી દઈએ કે અગાઉ આઈટીઆર દાખલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 હતી, પરંતુ હવે સરકારે આ તારીખ 10 જાન્યુઆરી સુધી વધારી દીધી છે.
અત્યાર સુધીમાં કેટલાં રિટર્ન ફાઈલ થયાં
આવકવેરા વિભાગે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં 24 ડિસેમ્બર સુધી 3.97 કરોડ કર દાતાઓએ અસેસમેન્ટ યર 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કર્યું છે. 2.27 કરોડ ટેક્સપેયર્સે આઈટીઆર-1 ભર્યાં છે. જ્યારે 85.20 લાખે આઈટીઆર-4, જ્યારે 46.78 કરદાતાઓએ આઈટીઆર-3 અને 28.74 લાખ કરદાતાઓએ આઈટીઆર-2 ભર્યાં છે.
How To File ITR Online
- સૌથી પહેલાં તમે www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- જે બાદ અહીં લૉગ ઈન કરો
- e-File ટેબ પર જાઓ અને Income Tax Return લિંક પર ક્લિક કરો.
- સૌથી પહેલાં અસેસમેન્ટ યર કયું છે અને કયું ITR ફોર્મ ભરવાનું છે તે પસંદ કરો.
- જો ઓરિજનલ રિટર્ન ભરી રહ્યા હોય તો Original ટેબ પર ક્લિક કરો.
- જો રિવાઈઝ્ડ રિટર્ન ભરી રહ્યા હોવ તો Revised Return પર ક્લિક કરો
- જે બાદ Prepare and Submit Online પર સિલેક્ટ કરો અને Continue પર ક્લિક કરો.
- જે બાદ નવા પેજમાં આપવામાં આવેલ તમામ જાણકારીઓ ભરો અને સેવ કરતા રહો, કેમ કે સેશન ટાઈમ આઉટ થયું તો ભરેલી તમામ જાણકારી ગાયબ થઈ જશે.
- બધી જ ડિટેલ ભરી દીધા બાદ Verification પેજ આવશે, જે તમારે 120 દિવસ સુધીમાં વેરિફાઈ કરવાનું રહેશે.
- જે બાદ Preview and Submit પર ક્લિક કરો અને ITR સબમિટ કરો.