મોદી સરકાર મોટું પગલું ભરી શકે છે, પૈસા ઉપાડવા મોંઘા પડશે
કાળાં નાણાંને અંકુશમાં લેવા અને ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર આ બજેટમાં કડક પગલાં લઈ શકે છે. જો મળી રહેલી માહિતી સાચી માનવામાં આવે તો, સરકાર નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ કેશ ઉપાડવા પર ટેક્સ લગાવી શકે છે. જો આવું થાય તો મોટા લેન દેન લોકો ડિજિટલ સ્વરૂપમાં કરશે, જેથી રોકડ રકમનું પ્રચલન ઘટશે અને કાળાં નાણાંને અંકુશમાં રાખવામાં પણ મદદ મળશે.
SBI પહેલી બેન્ક છે જે તેના ગ્રાહકોને આ સારા સમાચાર આપવા જઈ રહી છે

વધુ લોકો ડિજિટલ ચૂકવણી તરફ જશે
જો સૂત્રો પાસેથી મળી રહેલી માહિતીને સાચી માનવામાં આવે, તો સરકાર એક ચોક્કસ મર્યાદાથી વધુ પૈસા ઉપાડવા માટે આધાર નંબરથી પ્રમાણિત કરવાનો માર્ગ લાવી શકે છે. જો આવું થાય, તો લોકો મોટા પ્રમાણમાં રોકડ ઉપાડશે નહીં અને જો ઉપાડે છે તો તેઓને ટ્રેક કરવાનું સરળ રહેશે. કારણ કે જો આધાર નંબરથી આવા મોટા ઉપાડ કરવામાં આવે છે, તો તે વ્યક્તિના આવકવેરા વળતરને મેચ કરવાનું સરળ રહેશે. આ આવકવેરાની ચોરીને તો અટકાવશે જ, અને વધુમાં વધુ લોકો ડિજિટલ ચૂકવણી તરફ જશે. જોકે સરકારે આમ કરવાની દરખાસ્તને હજી સુધી મંજૂરી આપી નથી, પણ આ કરવાના ઘણા રસ્તાઓ પર વિચાર જરૂર કરવામાં આવી રહ્યો છે. જોકે તે ફક્ત પ્રારંભિક તબક્કામાં છે અને આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હજી પણ 50 હજારની ડિપોઝિટ અને રોકડ ઉપાડ પર પેન નંબર આપવાનો હોય છે.

વાર્ષિક રૂ. 10 લાખથી વધુમાં રોકડ ઉપાડની જરૂર પડતી નથી
એક અધિકારીના જણાવ્યા મુજબ, દેશમાં મોટાભાગના લોકો અને વ્યવસાયોને વાર્ષિક રૂ. 10 લાખથી વધુમાં રોકડ ઉપાડની જરૂર પડતી નથી. આના કારણે, સરકાર એવું ઈચ્છી રહી છે કે એવી વ્યવસ્થા બનાવવામાં આવે જેથી બિન-જરૂરિયાતમંદ લોકો વધુ પ્રમાણમાં રોકડ રકમ ઉપાડે છે તો તેમના પર લગામ લગાવી શકાય. આ ઉપરાંત, 10,000 રૂપિયાથી વધુની ચુકવણી મોટી કંપનીઓ ચેક અથવા ઓનલાઈન જ કરી રહી છે.

ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન
અગાઉ, ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઇએ ગયા અઠવાડિયે નિફ્ટ અને આરટીજીએસ પરથી ચાર્જ હટાવી લીધો છે. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડ્સ અને એટીએમ કાર્ડ્સ પર ચાર્જની પણ સમીક્ષાની એક કમિટીનું ગઠન કરી દીધું છે. તેનાથી આ બિન-રોકડ વ્યવહારોને પ્રોત્સાહન મળશે.