Gold Rate: સોનું 50 હજારને પાર, ચાંદીએ પણ રેકોર્ડ તોડ્યો, જાણો ભાવ વધારાના કારણ
નવી દિલ્હીઃ સોના ચાંદીની કિંમતોએ અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર સોનું 50 હજારના આંકડાને પાર કરી ગયું છે. જ્યારે ચાંદી 60 હજાર પ્રતિ કિલોના રેકર્ડને પાછળ છોડી આગળ વધી ચૂકી છે. ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ વધારો નોંધાયો છે. ઈતિહાસમાં પહેલીવાર સોનું 50 હજાર પ્રતિ 10 ગ્રામના આંકડાને પાર કરી ચૂક્યું છે જ્યારે ચાંદીએ પણ અત્યાર સુધી બધા ગ્લોબલ રેકોર્ડ તોડતાં 60 હજારરૂપિયા પ્રતિ કિલોગ્રામના આંકડાને પાર કરી લીધો છે. એવામાં તમારા મનમાં એક સવાલ જરૂર ઉઠતો હશે કે આખરે આ તેજી પાછળ કારણ શું છે? અચાનક સોના ચાંદી આટલાં મોંઘા કેવી રીતે થઇ ગયા? આવો આ સવાલનો જવાબ જાણીએ.

સોનાએ ઈતિહાસ રચ્યો, કિંમત 50 હજારને પાર
બુધવારે સોના ચાંદીના ભાવ આકાસને અડવા લાગ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર સોનાની કિંમત 50 હજારને પાર કરી ગઇ છે. બુધારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વૈશ્વિક કિંમતમાં તેજી આવ્યા બાદ ઘરેલૂ વાયદા બજારમા સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત તેજી આવી. ભારતીય સોની બજારમાં સોનાની સરેરાસ કિંમત 50220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઇ. જ્યારે MCX પર ઓગસ્ટ ડિલીવરી વાળા સોનાની કિંમતમાં 493 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને સોનું 50,020 રૂપિયાને પાર પહોંચી ગયું. જ્યારે ભારતીય સોના બજારમાં ચાંદીની સરેરાસ કિંમત 60043 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ. જ્યારે સપ્ટેમ્બર ડિલિવરી વાળા સિલ્વર ફ્યૂચર રેટમાં છ ટકાનો વધારો નોંધાયો અને ચાંદીની કિંમત વધીને 60782 રૂપિયા પર પહોચી ગઇ.

સોના-ચાંદીની કિંમતમાં તેજી કેમ આવી
કોરોના સંકટ વચ્ચે પાછલા કેટલાક અઠવાડિયામાં સોના ચાંદીની કિંમતમાં જબરદસ્ત તેજી આવી રહી છે. પાછલા કેટલાક અઠવાડિયાથી સોના-ચાંદીના ભાવ ઉપલી સપાટી પર છે. કોરોના વાયરસના કારણે શેર બજારમાં ચાલુ ઉથલ પાથલ અને અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાના માહોલના કારણે રોકાણકારો જોખમભર્યા વિકલ્પો શોધી સોના તરફ આકર્ષિત થઇ રહ્યા છે. સોનામાં રોકાણ વધી રહ્યું છે, જેને કારણે કિંમતમાં તેજી આવી રહી છે.

આ માટે મોંઘું થયું સોનું
કેડિયા એડવાઇજરીના ડાયરેક્ટર અજય કેડિયા મુજબ કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે માઇનિંગનું કામ પ્રભાવિત થઇ રહ્યું છે અને ખનન કાર્ય પ્રભાવિત થવાની સાથોસાથ સપ્લાઇમાં પણ અડચણો પેદા થવાથી સોના ચાદીની કિંમતોમાં વધુ તેજી જોવા મળી રહી છે. ઉપરાંત સીમા વિવાદને કારણે સોનું સુરક્ષિત રોકાણના સૌથી મોટા વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે અને હંમેશાથી રોકાણકારોની પહેલી પસંદ રહ્યું છે.

કોરોનાને કારણે સોનામાં તેજી
કેડિયા એડવાઇજરીના ચીફ અજય કેડિયા મુજબ રોકાણકારોના ટ્રેન્ડ સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વધી રહ્યા છે, જેના કારણે સોનું અને ચાંદી લોકોની પહેલી પસંદ બન્યાં છે. જે મુજબ વર્તમાનમાં રોકાણકારો સોનાથી વધુ ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે ચાંદીની કિંમતમાં રેકોર્ડ તેજી આવી રહી છે. આગલા કેટલાક દિવસ સુધી હજીપણ તેજી આવવાની ઉમ્મીદ છે.
પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મળેલી રાહત સામે સુપ્રીમ કોર્ટમાં જશે રાજસ્થાન વિધાનસભા સ્પીકર