For Quick Alerts
For Daily Alerts
નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સે 700 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 17600ને પાર
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 એપ્રીલ શુક્રવારના રોજ શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તે કારોબારમાં બહાર આવ્યો હતો. અંતે BSE સેન્સેક્સ 708 પોઈન્ટ ઉછળીને 59,277 પર બંધ રહ્યો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ 205 પોઈન્ટના વધારા સાથે 17,670 પર બંધ થયો હતો.
શુક્રવારના રોજ ટ્રેડિંગ દરમિયાન ઓટો, બેન્કિંગ, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, પાવર અને પીએસયુ બેન્કોમાં એકથી ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.
આ અગાઉ નબળા વૈશ્વિક સંકેતોને કારણે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ નજીવા 35 પોઈન્ટ અથવા 0.06 ટકા ઘટીને 58533 પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 10 પોઈન્ટ અથવા 0.06 ટકા તૂટી ગયો હતો. 17455. સ્તરે વેપાર શરૂ કર્યો હતો.
Comments
stock market share market share bazar bse nse news in gujarati સ્ટોક માર્કેટ શેર બજાર બીએસઇ એનએસઇ ગુજરાતીમાં સમાચાર
English summary
the Sensex surged 700 points, the Nifty crossed 17600.
Story first published: Friday, April 1, 2022, 16:48 [IST]