For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Success story : 8મી ફેલ આ યુવક આજે છે કરોડપતિ, મુકેશ અંબાણી પણ છે ક્લાયન્ટ

8 વર્ષે ભણવાનું છોડી 22 વર્ષ પોતાની કંપની ઊભી કરી. ભણતર પર પૂરું કર્યું અને નામના પણ મેળવી જાણો ત્રિશનિત અરોરાની સત્ય ઘટના જેની મદદ મુકેશ અંબાણી પણ લે છે.

|
Google Oneindia Gujarati News

23 વર્ષની ઉંમરે કોઇ વ્યક્તિ એક આઇડિયાના દમ પર કરોડપતિ થઇ શકે છે? માનવું થોડું મુશ્કેલ લાગે છે પણ જો તમને પણ તમારા સપનામાં વિશ્વાસ હોય તો આ લેખ વાંચવો જ રહ્યો. અનેક લોકો જીવનમાં વિચારતા જ રહી જાય છે અને કેટલાક લોકો હોય છે જે પોતાના સપનાને હકીકત બનાવી લે છે. આ વાત છે સ્કૂલ ડ્રોપઆઉટ ત્રિશનિત અરોરાની જે એક નૈતિક હૈકર છે. અને તેમણે આ રીતે જ પોતાની ઓળખ ઊભી કરી છે. તેણે ઉત્તર ભારતની પહેલી સાઇબર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થાપિત કરી છે. આજે ત્રિશનિશ કરોડપતિ બની ચૂક્યા છે. અને મુકેશ અંબાણીથી લઇને દેશ વિદેશની એક મોટી કંપનીઓ તેમની આ સેવાઓનો લાભ ઉઠાવે છે.

સાઇબર સુરક્ષા

સાઇબર સુરક્ષા

અરોરા 8મી કક્ષાના નાપાસ થયો હતો. તે પછી તેમણે સ્કૂલ જવાનું છોડી દીધું. પણ હવે તે ખૂબ જ આગળ નીકળી ચૂક્યા છે. તેમણે સેલ્ફ સ્ટડી કરી, પિતાના કોમ્પ્યૂટરના અનુભવ અને યુટ્યૂબથી વીડિયો દ્વારા શીખીને તેમણે જાતે જ અનેક વસ્તુઓ શીખી છે. અને હવે તે આ કામમાં એટલા આગળ નીકળી ગયા છે કે કોઇ પણ સાઇબર સુરક્ષાનું ઉલ્લંધન કરે છે તેમને બોલવવામાં આવે છે.

22 વર્ષ પોતાની કંપની

22 વર્ષ પોતાની કંપની

સ્કૂલથી બહાર આવી તેમણે ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા બીસીએ કરીને તેમના સ્કૂલનું ભણતર પુરુ કર્યું. 19 વર્ષની ઉંમરે જ તે કોમ્પ્યૂટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લીનિંગ કરતા શીખી ગયા. 22 વર્ષની ઉંમરે તેમણે પોતાની કંપની ખોલી. લુધિયાણામાં તેમની કોર્પોરેટ ઓફિસ છે. તે સિવાય તે યુકે અને દુબઇમાં પોતાની વર્ચ્યુઅલ ઓફિસ પણ ધરાવે છે. તેમનો દાવો છે કે તેમના 40 ટકા ક્લાયન્ટ વિદેશી છે.

500 ક્લાયન્ટ

500 ક્લાયન્ટ

તેમણે ટીએસી સિક્યોરિટી સોલ્યુશન્સની સ્થાપના કરી જે એક સાઇબર સિક્યોરિટી કંપની છે. અને તે નેટવર્ક સંવેદનશીલતા અને ડેટા ચોરી કંપનીઓની સુરક્ષાને જુએ છે. તેમની પાસે રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ, સીબીઆઇ, પંજાબ અને ગુજરાત પોલીસ જેવા ગ્રાહક છે. હજી સુધી ત્રિશનિતે તેમના ગ્રાહકોને સાઇબર ચોરીથી બચતા રોક્યા છે. અને તે ક્લાયન્સા તમામ ઓનલાઇન ડેટાને ચોરી થતું રોકવા અને તેને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

2 કરોડનું ટર્ન ઓવર

2 કરોડનું ટર્ન ઓવર

તેમનું આવનારા વર્ષમાં 2 કરોડ ટર્ન ઓવર કરવાનો પ્લાન છે. તે યુએસમાં પણ પોતાનો બિઝનેસ વિસ્તારવા માંગે છે. વધુમાં તેમણે હૈકિંગ ટોક વિથ ત્રિશનિત અરોરા, ધ હેકિંગ એરા અને હેકિંગ વિથ સ્માર્ટ ફોન જેવા પુસ્તકો પણ લખ્યા છે. આમ ખૂબ જ નાની ઉંમરે તેમણે ખૂબ મોટી સિદ્ધી મેળવી લીધી છે.

English summary
The success story of cyber security expert Trishneet Arora. Read here more details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X