For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 ઓક્ટોબરથી બદલાશે આ 5 નિયમ, થશે તમારો ફાયદો

1 ઓક્ટોબરથી બદલાઇ રહ્યા છે પાંચ નિયમો. મોબાઇલના બિલથી લઇને એસબીઆઇ બેંક સુધી 1 ઓક્ટોબરથી નવા નિયમો સાથે આ ફેરફારો થવાના છે. તો જાણો શું છે આ નિયમો જેમાં થઇ રહ્યો છે ફેરફાર

By Chaitali
|
Google Oneindia Gujarati News

1 ઓક્ટોબરથી કેટલાય મહત્વના નિયમો બદલાઇ રહ્યા છે. જ્યાં કેટલીક વાતોના કારણે તમને લાભ થશે અને કેટલીક વસ્તુઓના કારણે તમને મુશ્કેલી પણ થઇ શકે છે. 1 ઓક્ટોબરથી જે મહત્વના 5 નિયમોમાં ફેરફાર થવાનો છે તેની અસર સમગ્ર દેશ પર પડશે. નોકરીયાતથી લઇને વેપારી સુધી તમામ લોકોને આ નિયમ લાગુ પડશે. ત્યારે જાણી લો શું છે આ નિયમોની ફેરફાર. અને જો તમને જાણકારી મહત્વની લાગે તો શેયર કરવાનું ના ભૂલતા.

સમાન પર એમઆરપી

સમાન પર એમઆરપી

1 જુલાઇથી જીએસટી લાગુ થયું છે. સરકારે વેપારીઓની સુવિધા માટે 30 સપ્ટેમ્બર સુધી એમઆરપી પર સામાન વેચવાની છૂટ આપી છે. તે પછી તમામ વેપારીઓને નવી એમઆરપી મુજબ જ સામાન વેચવો પડશે. તેવામાં 1 ઓક્ટોબરથી જે સૌથી મોટો ચેન્જ આવશે તે એ છે કે તમને નવી એમઆરપી પર સામાન મળશે. અને 30 સપ્ટેમ્બર પછી પણ કોઇ જૂની એમઆરપી પર સામાન વેચે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

SBI

SBI

હાલમાં જ ભારતીય સ્ટેટ બેંકે મિનિમમ બેલેન્સ સીમા ઘટાડી મેટ્રો શહેરોના ગ્રાહકોને ભેટ આપી છે. પહેલા મેટ્રો શહેરોની બેંકોમાં ન્યૂનતમ બેલેન્સ સીમા 5000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પણ હવે બેંકે તેને ઓછી કરીને 3000 રૂપિયા કરી લીધી છે. આ નવો નિયમ પણ 1 ઓક્ટોબરથી લાગુ થશે.

SBI નહીં લે આ બેંકના ચેક

SBI નહીં લે આ બેંકના ચેક

30 સપ્ટેમ્બરથી ભારતીય સ્ટેટ બેંક કેટલીક બેંકોના ચેક નહીં સ્વીકારે. સાથે જ આ બેંકોના આઇએફએસસી કોડ અમાન્ય થઇ જશે. આ માટે કરીને ભારતીય સ્ટેટ બેંકે તેની પૂર્વ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકોના ગ્રાહકોને આવેદન પણ આપ્યું છે કે તે નવા ચેક માટે આવેદન ભરે. એસબીઆઇમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકનું નામ છે.

ટોલ ટેક્સ

ટોલ ટેક્સ

1 ઓક્ટોબરથી નેશનલ હાઇવે પર બનેલા ટોલ પ્લાન પર તે વહાનોને રોકાવાની જરૂર નથી જેની પર ફાસ્ટટેગ લાગ્યા હોય. તમામ ટોલ પ્લાઝા પર 1 ઓક્ટોબરથી એક ડેડિકેટેડ ફાસ્ટૈગ લેન તૈયાર કરવામાં આવશે. જ્યાં ખાલી ફાસ્ટેગ ટેગ વાળી ગાડી જ ચાલશે. આ ફાસ્ટટેગને ઓનલાઇન પણ રિચાર્જ કરાવી શકાય તેવી સુવિધા છે. અને પછી તમારે તેને તમારા વાહનના કાચ પર લગાવાની રહેશે જેને ટોલ પ્લાજાનું ડિવાઇઝ સ્કેન કરશે.

આઇયૂસી ચાર્જ

આઇયૂસી ચાર્જ

1 ઓક્ટોબરથી તમારી કોલ રેટ પણ ઓછી થશે. ટ્રાઇ પોતાના નિયમોમાં ફેરબદલ કરી રહી છે. જે અંતર્ગત આઇયૂસી ચાર્જમાં 50 ટકાથી વધુ કપાત કરવામાં આવી છે. પહેલા આઇયૂસી ચાર્જ 14 પૈસા પ્રતિ મિનિટ હતું જેને 8 પૈસા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આઇયૂસી તે ચાર્જ છે જે એક કંપની બીજી કંપનીને આપે છે.

English summary
these 5 rules will change from 1st october.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X