For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટ, આ દેશમાં પણ ચાલે છે

ટૂંક સમયમાં ભારતમાં પ્લાસ્ટિની ચલણી નોટો બજારમાં આવી શકે છે. મનાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટ શરૂ કરવાની યોજના લાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

ટૂંક સમયમાં ભારતમાં પ્લાસ્ટિની ચલણી નોટો બજારમાં આવી શકે છે. મનાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટ શરૂ કરવાની યોજના લાવી શકે છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે રિઝર્વ બેન્કે 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટને ફિલ્ડ ટ્રાયલ માટે બહાર પાડી હતી. નિષ્ણાતોના મત અનુસાર પ્લાસ્ટિકની નોટ કાગળની નોટ કરતા અઢી ગણી વધુ ચાલે છે. આ ઉપરાંત તેના પર ભેજ અને ગંદકીની પણ ઓછી અસર થાય છે. સાથે જ આ નોટની નકલ કરવી પણ મુશ્કેલ હોય છે.

પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં શરૂ થઈ હતી પ્લાસ્ટિકની નોટ

પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં શરૂ થઈ હતી પ્લાસ્ટિકની નોટ

તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના 23 દેશોમાં પ્લાસ્ટિકની ચલણી નોટો છે. જેમાંથી છ દેશ એવા છે જેમણે તમામ ચલણી નોટોને પ્લાસ્ટિકની નોટમાં બદલી નાખી છે. ઓસ્ટ્રેલિયા એવો પહેલો દેશ છે જેણે પ્લાસ્ટિકની ચલણી નોટોની શરૂઆત કરી. 1988માં જ ઓસ્ટ્રેલિયાએ આ શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયા દુનિયાનો એક માત્ર દેશ છે જ્યાં પોલિમર નોટ બને છે. તો ચલો તમને આવા પાંચ દેશો વિશે જણાવીએ જ્યાં પ્લાસ્ટિકની નોટ ચલણમાં છે.

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડમાં 1995માં કાગળની ચલણી નોટના બદલે પોલિમર નોટનો ઉપયોગ શરૂ કરાયો હતો. અહીં ચલણી નોટ ન્યૂઝીલેન્ડ ડોલર છે. સૌથી નાની નોટ પાંચ ડોલરની અને સૌથી મોટી નોટ 100 ડોલરની છે.

બ્રુનેઈ

બ્રુનેઈ

દક્ષિણ એશિયાના આ નાનકડા દેશની ગણના વિશ્વના સૌથી અમીર દેશોમાં થાય છે. અહીં બ્રુનેઈ ડોલરનો ઉપયોગ થાય છે. અહીં નકલી નોટની સમસ્યા દૂર કરવા માટે પ્લાસ્ટિકની નોટનો ઉપયોગ શરૂ કરાયો હતો.

વિયતનામ

વિયતનામ

વિયતનામી ડોગની સૌથી મોટી નોટ પાંચ લાખની હોય છે. જેનું મૂલ્ય 20 અમેરિકી ડોલર જેટલું છે. વિયતનામે 2003માં પહેલી વખત પ્લાસ્ટિકની નોટની શરૂઆત કરી હતી. હવે આ દેશમાં તમામ ચલણી નોટ પ્લાસ્ટિકની છે.

રોમાનિયા

રોમાનિયા

રોમાનિયા એકલો એવો યુરોપીય દેશ છે, જેણે પોલિમર નોટને અપનાવી છે. અહીં ચલણને રોમેનિયન લેઉ કહેવાય છે. 2005માં રોમાનિયામાં તમામ ચલણી નોટને પોલિમરની કરી દેવાઈ હતી .

પાપુઆ ન્યૂ ગિની

પાપુઆ ન્યૂ ગિની

પાપુઆ ન્યૂ ગિની 1949માં ઓસ્ટ્રેલિયાથી આઝાદ થયું હતું. 1975 સુધી અહીં ઓસ્ટ્રેલિયન ડોલર ચલણમાં હતું. પરંતુ 19 એપ્રિલ, 1975માં પાપુઆ ન્યૂ ગિનીમાં કીના નામનું ચલણ અપનાવાયું. આજે આ દેશમાં તમામ ચલણી નોટ પ્લાસ્ટિકની છે.

English summary
These Countries Allow To Use Plastic Currency Notes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X